GSTV

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

અમદાવાદ શહેરમાં ફરી એક વાર વેપારીઓમાં ખંડણીનો ખોફ ફેલાયો છે. ભલે મોટી ગેંગ એક્ટિવ ન હોય પણ કોરોનામાં આવેલી બેકારીએ લોકોને આવા ગુના આચરવા મજબૂર કર્યા છે. નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માંગી ગબબર નામના શખ્શે ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા શું છે સમગ્ર બાબત જુઓ આ અહેવાલમાં.

જગદીશ ઉર્ફે મોનું પ્રજાપતી જે આ કેસનો મુખ્ય આરોપી છે. તેની સાથેના પ્રકાશ ઉર્ફે ટીંગુ અને સની ગોચર નામના વ્યક્તિઓએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ફાયરિંગને અંજામ આપ્યો. સમગ્ર કેસમાં જગદીશે 10 હજાર રૂપિયા આપીને મોબાઇલ ફોનથી ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ધમકી એક સગીર પાસે અપાવી હોવાનું સામે આવ્યું છે.જ્યારે આ મોબાઈલ મણિનગર પાસે આવેલી એક હોસ્પિટલના ઓટલા પરથી ફુલની લારીવાળાનો ચોરી કર્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે. આ જ મોબાઈલ ફોનથી નારોલમાં મૂર્તિકાર વેપારીને રૂ. 5 થી 10 લાખ આપવાની ધમકી ભર્યો કોલ કર્યો હતો.

કાર વેપારી

આરોપી જગદીશને લોકડાઉનના લીધે પાંચેક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તેણે પોતાના સંબંધીને જ ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું અને આરોપીઓએ  ઉત્તરપ્રદેશ જઈને એક દેશી બનાવટનો તમંચો અને પાંચ કારતૂસ ખરીદ્યા હતા. બાદમાં એક પછી એક બંને સગીર આરોપીઓએ અલગ અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ચોરી કરેલા મોબાઈલને મુખ્ય આરોપીને આપ્યો. અને તેણે તે ફોનથી ધમકી આપી ખંડણી માંગી. મુખ્ય આરોપી જગદીશે બંને સગીર આરોપીઓને આ કામના 10 હજાર આપવાની લાલચ આપી હતી. માત્ર એક નાનકડી રકમની લાલસાએ બંને સગીરને બાળ સંરક્ષણ ગૃહ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.

મહત્વનું  છે કે લોકડાઉનમાં બેકારી વધતા લોકો ગુના આચરવા તરફ વળ્યાં છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી જેમાં રૂપિયા માટે થઈ લોકો ગુના આચરવા લાગ્યા છે. ત્યારે આવા અનેક અનડીટેકટ ગુના કે જેમાં આવી કહાની આવે છે. તે બાબતે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!