GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

અમદાવાદમાં એક પછી એક પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા અધિકારીઓ માટે સુચના જાહેર કરવામાં આવી છે. જેમાં પીઆઈ સંપૂર્ણ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ પોલીસકર્મીને હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવે તો રોજે રોજ અપડેટ લેવાનું રહેશે. સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર નિપુણા તોરવણેએ પરિપત્ર જાહેર કર્યો છે. તમામ વિગતો માટે પોલીસ સ્ટેશન દીઠ રજીસ્ટર મેઇન્ટેઇન કરવાનું રહેશે. વધુ અસર જણાય તો નરોડા શેલબી હોસ્પિટલમાં જે તે પોલીસકર્મીને સારવાર અપાવવાની રહેશે.

ઓઢવ પીઆઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

તો આજે વધુ એક પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઓઢવ પીઆઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિરાજ સિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પીઆઇ જાડેજાને સાંજે ક્વોરોન્ટાઇન કરાયા હતા. તબિયતમાં સુધારો નહીં થાય તો સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાશે.

કૃષ્ણનગરના પોલીસ સ્ટેશનના મૃતક એએસઆઇને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. પોલીસ અધિકારીઓએ મૃતક પોલીસ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતુ. કોરોના સામે તેઓ જંગ હારી ગયા હતા. અને જીંદગી ગુમાવી હતી. અમદાવાદમાં શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગીરીશભાઈ બારોટ કોરોના સંક્રમિત હતા. અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ છે..ન્યુમોનિયાની બિમારી હોવાથી તેઓ ઘરે જ હતા. થોડા દિવસ અગાઉ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના જ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈનું પણ કોરોનાના કારણે મોત નિપજ્યુ હતુ. અમદાવાદ પોલીસમાં કોરોનાના કારણે કુલ ત્રણ પોલીસકર્મીઓના મોત થયા હતા.

READ ALSO

Related posts

ઓ બાપ રે… પ્રેમીને ધંધામાં ખોટ જતાં 10 વર્ષની પ્રેમિકાએ કહ્યું મારા ઘરમાં લાખોના દાગીના છે ચોરી કરી જા

Arohi

જેન્યુઈન સર્વિસ ઓનલાઈન ન્યુડ વિડીયો કોલીંગ સાથે યુવતીની મૂકાઈ તસવીર: ફોન પર ફોન આવવા લાગ્યા

Mansi Patel

લોકડાઉનમાં મેગા સ્ટારની વજનને લઈને મુશ્કેલી વધી, સોશ્યલ મીડિયામાં બ્લોગ પર અમિતાભે કરી આ મોટી વાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!