અમદાવાદ પોલીસ કમિશ્નરે નાઈટ કર્ફ્યૂને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શુક્રવારથી લગાવેલો અમદાવાદમાં લગાવેલો કર્ફ્યૂ 7 મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા બાદ કોઈએ જાહેર જગ્યાઓ પર અવર જવર કરવી નહિં. આ કર્ફ્યૂમાં કેટલીક આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે. આ સિવાય કોઈએ બહાર નિકળવું નહિ, જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ સેવા સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે. બાકીના સમયમાં બીઆરટીએસ બંધ રાખવામાં આવશે. તો ટિકિટ કાઉન્ટર સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે જિલ્લા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મુલાકાતી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આવતા હોય છે જેને લઈને સંક્રમણ ફેલાવવાની શકયતા રહેલી છે..મુલાકાતી ક્યાં સ્થળ પર થી આવે છે જેની કોઈ ને ખબત હોતી નથી આવા સંજોગોમાં સરકારી કર્મચારીઓમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે એવા સંજોગોમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જ કોરોના ટેસ્ટિંગ માટે ટેન્ટ ચાલુ કરવામાં આવ્યો છે જેથી કોઈપણ મુલાકાતી કે સ્ટાફ ને જો ટેસ્ટ કરાવવો હોઈ તો આસાની રહે.
અમદાવાદ શહેરમાં ગત શની- રવી એમ બે દિવસ કરફ્યુના કારણે શાકભાજીના ભાવ પર અસર જોવા મળી. શાકના ભાવમા કીલોએ 20થી 30નો વધારો જોવા મળ્યો. વેપારીઓનુ માનીએ તો કરફ્યુ બાદ અમદાવાદ શહેરમા શાકભાજી તો આવી. પરંતુ પહેલા કરતા ઓછી આવક થવાને કારણે ભાવમાં વધારો થયો છે. કરફ્યુ જાહેર થયા બાદ લોકો ખરીદી માટે ઉમટી પડતા ભાવ વધ્યા હતા અને હવે કરફ્યુ ખુલ્યા બાદ પણ ભાવ ઉંચા છે..જોકે આવક વધતા એક બે દિવસમા ભાવ ઘટાડો થાય તેવી શક્યતા વેપારીઓ સેવી રહયા છે.
READ ALSO
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો
- સરકાર વરસી/ પૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને મળશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા, આ છે કારણો
- ગુજરાતને કલંકિત કરતો કિસ્સો/ સફરજનના ટ્રકમાં સંતાડીને લવાતું હતું લાખો રૂપિયાનું ડ્રગ્સ, 5 આરોપીઓને દબોચી લીધા