ગુજરાતમાં કોરોનાની દહેશતના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ કરતા કહ્યું કે, ધોરણ 1 થી 8 માં ડિટેન્સન નીતિ અમલમાં આવશે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉપલા ધોરણમાં લઈ જવાશે. શિક્ષકોને પણ સરકારે રાહત આપી છે. રાજ્યના શિક્ષકોને હવે શાળાએ આવવાની જરૂર નહી પડે. નોંધનિય છે કે કોરોનાના સંક્રમણના કારણે પરિક્ષાઓ લઈ શકાય ન હતી. જેના કારણે સરકારે આ આદેશ આપ્યો છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.. બીજી તરફ તમામ શિક્ષકોને પણ હવે શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે. મતલબ કે હવે શિક્ષકોએ શાળાએ જવું ફરજીયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપાયોની માહિતી આપી. જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થયો છે. જેના કારણે હાલ એક કોરોનાના દર્દીમાંથી તેમના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના પ્રસરી રહ્યો છે. કોરોનાના ત્રીજા તબક્કાને ધ્યાને રાખીને સરકારે અગમચેતીના અનેક પગલાં ભર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 27 હજાર લોકો વિદેશથી આવ્યા છે.
જયંતિ રવિએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં લોકડાઉન કર્યા બાદ હવે આ તમામ મહાનગરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જયંતિ રવિએ જણાવ્યું કે અત્યાર સુધી રાજ્યમાં કુલ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જ્યારે કે 224 લોકો સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ છે. જયંતિ રવિએ કોવિડ-19માં અસરકારક નીવડતી દવાનો પૂરતો જથ્થો હોવાની પણ હૈયાધારણા આપી. સાથે જ તેમણે કહ્યું કે આગામી એક-બે દિવસમાં અમદાવાદમાં કોરોના વાયરસની વિશેષ હોસ્પિટલ ઉભી થઇ જશે.
કોરોના વાયરસ સમગ્ર દેશમાં વકરી રહ્યો છે અને ગુજરાતમાં પણ 30 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. સરકારે અનેક શહેરોમાં લોકડાઉન કરવા સહિતના વધુ કેટલાક આકરા પગલા ભર્યા છે. પરંતુ અમદાવાદ સહિત અનેક સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ હતુ.
રાજકોટમાં તો ઉઠક બેઠક પણ કરાવી
માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા પુરતુ બહાર નીકળવાનું હતુ. પરંતુ લોકો તો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે બાદમાં પોલીસ વધુ સતર્ક બની અને પોલીસે નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કર્યુ. જેઓને ખાસ જરૂરીયાત ન હોય તેઓને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો. અપીલ પણ કરી અને રાજકોટમાં તો ઉઠક બેઠક પણ કરાવી. બીજીતરફ, ગુજરાતને જોડતી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતી આંતર રાજ્ય સરહદો પણ સીલ કરી દેવાઈ.
કોરોનાના પોઝિટીવ દર્દીની સંખ્યા 33 થઈ
રાજ્યમાં કોરોનાના પોઝિટીવ દર્દીની સંખ્યા 33 થઈ છે. અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૬, સુરતમાં 6 ગાંધીનગરમાં 6, રાજકોટ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયા છે. સુરતમાં સ્થાનિક 45 વર્ષના પુરુષને પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાથી અમદાવાદ આવેલા 58 વર્ષના પુરુષ અને 57 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પેરિસથી અમદાવાદ આવેલી 24 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો વળી 33 વર્ષના સ્થાનિક યુવાનને ઇફેક્શન લાગતા કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાની 27 વર્ષની સ્થાનિક મહિલાને ઇન્ફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટનગરમાં 49 વર્ષના સ્થાનિક પુરુષને ઇફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત યુ.કે.થી અમદાવાદ પરત ફરેલા 61 વર્ષના પુરુષ અને સાઉદી અરેબિયાથી અમદાવાદ પરત ફરેલી 85 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
READ ALSO
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…