GSTV
Home » News » રાજ્યમાં બૂટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાની આ રીત જોઈ પોલીસ પણ ચકરીયે ચડી

રાજ્યમાં બૂટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાની આ રીત જોઈ પોલીસ પણ ચકરીયે ચડી

પોલીસે દારૂબંધીને લઈને કાર્યવાહી તેજ કરી છે જેને લઈને ગુનેગારો પણ નવી નવી ટેકનીક સાથે દારૂ ઘુસાડવા પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે તારાપુર ચોકડી નજીક પંજાબથી આવી રહેલી એક ટ્રક શંકાસ્પદ લાગતા તેને રોકવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 22 લાખથી વધુની કિંમતની ૫૬૦૦થી વધારે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે ટ્રક ચેક કરતા ઉપરની સાઈડ તેલના બોક્ષમાં તેલ અને પાણીના પાઉચ ભરેલા હતા અને તેની નીચે દારૂ સંતાડેલો હતો. જેથી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરેલી છે. આરોપી હરપ્રીત જાટની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તે ભટીંડાનો રહેવાસી છે અને દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ધુલિયાથી ભર્યો હતો. જે દારૂનો જથ્થો ટુટી નામના શખ્સે મોકલ્યો હતો અને તે જુનાગઢ ખાતે મોકલવાનો હતો.

READ ALSO

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!