GSTV

અમદાવાદમાં 10 PIને DYSPનું પ્રમોશન : સોલા, સાબરમતીના PI બદલાયા

Last Updated on October 17, 2018 by Karan

અમદાવાદના 10 પીઅાઈને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન અપાયા છે. અમદાવાદમાં મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સપેક્ટરોને ચાર્જ અાપી દેવાયો છે. અમદાવાદમાં પોલીસકર્મીઅો માટે અા સારા સમાચાર છે. ઘણા સમયથી પીઅાઈના પ્રમોશનો પેન્ડિંગ હતા. જે પોલીસ ઇન્સપેક્ટરોની બદલી થઈ છે. તેમાં સાબરમતી, શહેર કોટડા, સોલા, દરિયાપુર, વેજલપુર, રખિયાલ અને નવરંગપુરાનો સમાવેશ થાય છે. બદલીઅોમાં અમદાવાદના 10 પોલીસ અધિકારીઅોનો સમાવેશ થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નરે અેક પરિપત્ર કરી અધિકારીઅોને તાત્કાલિક છૂટા થવાનો અાદેશ કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચમાંથી અેસ.અેલ. ચૌધરી, અેસ.અેલ. ટંડેલ અને ભાવેશ પી. રોજિયાને પ્રમોશન મળ્યું છે.  સોલા પીઅાઈ જી. અેસ. શ્યાનને ખેડામાં નાયબ પોલિસ અધિક્ષક બનાવાયા છે. ડી.વી. રાણાને નાયબ પોલિસ અધિક્ષક મધ્યસ્થ જેલ લાજપોર સુરતમાં પ્રમોશન મળ્યું છે. અેમ.અેમ. ચૌધરીને સીઅાઈડી ક્રાઈમ ગાંધીનગર મૂકાયા છે. સોલા પોલીસમાં હવે ચાર્જ  ડી.અેચ .ગઢવીને સોંપાયો છે. સાબરમતીમાં અેફ.અેન.દામાઅે ચાર્જ સંભાળ્યો છે.

Related posts

વાલીઓ ચેતજો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, સ્કૂલોમાં આટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ બંધ

Dhruv Brahmbhatt

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!