કોરોના મહામારીમાં જો કોઇ દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં હોય અને તેમને પ્લાઝમા આપવામાં આવે તો તેમનો જીવ બચી શકે છે. પણ લોકો પ્લાઝમા ડોનેટ કરવામાં પણ લોકો કચવાટ અનુભવી રહ્યા છે. હાલમાં પ્લાઝમાની માંગ વધારે છે જેની સામે આવક ઓછી છે. જેથી કોરોના દર્દીઓને સારવાર આપવામાં હાલાકી પડી રહી છે.કોરોનાની વેક્સિન હજુ આવી નથી. જેથી હાલમાં પ્લાઝમા જ આશીર્વાદરૂપ બનેલા છે. પરંતુ પ્લાઝમા ડોનેટ કરવામા લોકો કચવાટ અનુભવી રહ્યા છે. જેથી ઘણા દર્દીના પ્લાઝ્માની અછત ના કારણે જીવ બચાવી શકાતા નથી. વર્તમાન સ્થિતીમાં બ્લડ બેન્ક પ્લાઝ્માં એકઠા કરવાનું કામ કરે છે હાલમાં દરરોજ રેડ ક્રોસ બ્લડ બેન્કમાં 50 થી 60 લોકો પ્લાઝ્મા માટે સંપર્ક કરી રહ્યા છે. જેની સામે રોજ પ્લાઝ્માની અછતના કારણે બ્લડ બેંક 35 થી 40 લોકોને જ બ્લડ બેન્ક મદદ કરી શકે છે.

જે કોરોના પોઝિટિવ દર્દી છે તે જો ક્રિટિકલ ન હોય અને ઓક્સીઝન લેવલ ઓછું હોય તો તેના માટે પ્લાઝ્મા આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. હાલમાં કોરોના આવ્યા બાદથી લોકો ગભરાઈ રહ્યા છે અને લોકોને પ્લાઝ્મા આપવા માટે સ્વેત કણ અને પ્લેટલેટ ઓછા થઈ જવાનો ભય રહે છે. જેથી બ્લડ બેન્ક એ પણ આશ્વાસન આપી રહી છે કે ટેકનોલોજીના માધ્યમથી જે તે દર્દીને સ્વેત કણ અને પ્લેટલેટ પરત આપી દેવામાં આવે છે જેથી ચેપ લાગવાનું કે ગભરાવાનું કોઈ કારણ નથી. અને જે લોકોને કોરોના થયો છે તેમને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ કોરોનાને મ્હાત આપ્યા બાદ પ્લાઝ્મા ડોનેટ કરે.
READ ALSO
- 1 વર્ષમાં 1 કરોડ : દેશમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ, 1.53 લાખ લોકોનો ભોગ લેવાયો, જંગ જીતી રહ્યું છે ભારત
- અમદાવાદમાં ભરશિયાળે પડ્યો ભુવો, મેટ્રોની કામગીરીથી સ્થાનિકો પરેશાન
- ભાવનગરમાં નોંધાયો પહેલો બર્ડફલુનો પોઝિટિવ કેસ, પશુપાલન વિભાગ એક્શનમાં
- સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ
- છેલ્લા 5 મહિનામાં 32 રિપોર્ટ છતાં કોરોના પોઝીટીવ છે મહિલાઃ 45 લિટર ઉકાળા પીધા પછીયે ન પડ્યો ફેર, ડોક્ટરો માટે બન્યો કોયડો