GSTV
Home » News » અમદાવાદ પીજી કાંડ: સેકટર પોલીસ અને ડીસીપી ઝોન આ સમગ્ર ઘટનાની તપાસ કરશે

અમદાવાદ પીજી કાંડ: સેકટર પોલીસ અને ડીસીપી ઝોન આ સમગ્ર ઘટનાની તપાસ કરશે

અમદાવાદના નવરંગપુરાના પીજી કાંડમાં મહિલા આયોગે તુરંતે તપાસના આદેશ આપી દીધા હતા..આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પાસે સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ માંગ્યો. જો કે તે બાદ મહિલા આયોગની ટીમ કમલ નયન એપાર્ટમેન્ટ પહોંચી હતી..અને બનાવના સ્થળની જાત તપાસ કરી હતી. નોંધનીય છેકે આ સમગ્ર ઘટના બાદ પહેલા પીજીના સંચાલકે કે ભોગ બનનાર યુવતી કોઇએ ફરિયાદ નોંધાવી ન હતી. જે બાદ આ સમગ્ર ઘટનાને મહિલા આયોગે ખૂબજ ગંભીર ગણીને તુરંત જ આ મામલે તપાસના આદેશ છોડ્યા હતા.

હવે મહિલા આયોગની ટીમે બનાવના સ્થળની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાત સુરક્ષિત રાજ્ય છે તેવી વાતો વચ્ચે અમદાવાદના નવરંગપુરામાં એક ફલેટની અંદર રહેતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ સર્જાય જાય તેવી ઘટના બનતા જ સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

જેમાં અમદાવાદ મેયર બિજલ પટેલે મહિલાની સુરક્ષા મુદ્દે પીજી માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરીએ છે…તેમજ નરાધમ શખ્સની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. તો આ ઘટનાને મહિલા આયોગે ગંભીર ગણીને તુરંત તપાસના આદેશ આપ્યા છે તેમજ પોલીસ કમિશનર પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે.

તો રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ ઘટનાને વખોડી છે. તેમણે જણાવ્યુ કે, સેકટર પોલીસ અને ડીસીપી ઝોન આ સમગ્ર ઘટનાની તપાસ કરશે અને આરોપીને છોડવામાં નહીં આવે આ સાથે તેઓએ તેમણે પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા અંગે પણ તપાસના આદેશ આપ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!