GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

કોરોનાની મહામારીમાં પ્લાઝમા ડોનેટ કરવા મોટું દાન ગણાય છે. પરંતુ પ્લાઝમા ડોનેટ કરવામાં અમદાવાદીઓ પાછળ છે. જયારે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં છે. ત્યારે સૌથી વધી કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ છે. જેનું મુખ્ય કારણ પ્લાઝ્મા ડોનેશન અંગે ગેર માન્યતા અને જાગૃતિનો અભાવ.

  • પ્લાઝમા દાન જીવનદાન
  • પ્લાઝમા ડોનેટ કરવાથી બચાવી શકાય છે અન્યની જિંદગી
  • અમદાવાદમાં માત્ર ૪૨ પ્લાઝમા ડોનર્સ જ મળ્યા
કોરોના

કોરોના વાયરસમાંથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ડેવલોપ થતા હોય છે. જેથી કોરોનામુક્ત થયેલ વ્યકિત માત્ર 500 મિલી પ્લાઝ્મા ડોનેટ કરે તો 2 લોકોને નવજીવન મળી શકે છે. અમદાવાદમાં અત્યાર સુધી ૨૦૦૦૦ કરતા વધુ લોકો કોરોનામુક્ત થયા છે. તેમાંથી માત્ર ગણતરીના લોકોએ જ પ્લાઝમાં ડોનેટ કર્યા છે. જેવી રીતે રોગ સામે લડવા દવા કામ આવે છે. એજ રીતે પ્લાઝમાં પણ કારગર નીવડી રહ્યું છે…આવા સંજોગોમાં અમદાવાદીઓ પ્લાઝમા ડોનેટ કરતા નથી.અમદાવાદમાં અત્યાર સુધીમાં ફકત 42 જ પ્લાઝ્મા ડોનર્સ મળ્યા છે. જેમાંથી 37 લોકોના પ્લાઝ્મા સ્વીકારવામાં આવ્યા છે જ્યારે 5 ડોનર્સના રિજેક્ટ થયાં છે..આ 37 પ્લાઝમાં ડોનર્સમાંથી 30 જેટલા ડૉક્ટરો છે. 2 પેરામેડીકલ છે. એટલે કે 37 માંથી 32 જેટલા તબીબો છે ફકત 5 જ પ્લાઝ્મા ડોનરો સામાન્ય માણસ છે.

પ્લાઝ્મા દાન કરવાથી અન્યની જીંદગીને બચાવી શકાય છે

અમદાવાદ મ્યુ સંચાલિત ડેન્ટલ કોલેજના 6 ઇન્ટન ડોક્ટર્સ કોરોના ગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકને કોરોનાની ડ્યુટી દરમિયાન જ શ્વાસની તકલીફ થતા એસવીપીમાં દાખલ કર્યા હતા. દર્દીઓની ગંભીર પરિસ્થિતિ અને પોતે કોરોનાની બીમારીમાં થતી પીડાઓ અનુભવીને પોતે સાજા થઈને પ્લાઝ્મા ડોનેટ કરવાનું વિચાર્યું હતું. લોકોને નવ જીવન આપનારા ડોક્ટર્સએ પ્લાઝ્મા ડોનેટ કરીને લોકોને નવું જીવન આપ્યું છે. ત્યારે પ્લાઝ્મા ડોનેશન અંગે ખોટી ગેર માન્યતાઓ અને ઓછી એવરનેશ દૂર કરીને પ્લાઝ્મા દાન કરવાથી અન્યની જીંદગીને બચાવી શકાય છે.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!