GSTV

અમદાવાદમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવા પર ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે માસ્ક પહેરવાનો ફરજીયાત નિયમ બનાવાયો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવાનો પણ સરકારે આદેશ કર્યો છે. છતાં મહામારીનાં સમયમાં અઢળક લોકો સરકારનાં આદેશને ધોળીને પી ગયા હોય તેમ માસ્ક વિના બહાર નીકળીને પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે તો પોલીસે પણ સામે કરોડોનો દંડ વસૂલ કર્યો છે.

કહેવાતા સ્માર્ટ સીટી અમદાવાદ શહેરની પોલ આમ તો વારંવાર ખુલ્લી પડી જતી હોય છે. પરંતુ આ સ્માર્ટી સીટીના લોકો પણ એવા છે કે ભલે દંડ ભરવો પડે તો દંડ ભરીશું પણ માસ્ક તો નહીં જ પહેરીએ. અને તેનું જ પરિણામ છે કે અમદાવાદમાં અત્યારસુધીમાં પોલીસે કુલ ૧,૯૬,૦૦૦ લોકો સામે કેસ કરાયા, ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો. સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત તો એ છેકે માસ્ક વિનાં બહાર નિકળતા લોકોને જ્યારે પોલીસ પકડે છે ત્યારે તેઓ દલીલો પર ઉતરી જતા હોય છે અને અમુક કિસ્સાઓમાં તો ઘર્ષણના કિસ્સા પણ સામે આવ્યા છે.

Corona

અમદાવાદમાં પોલીસે માસ્ક ન પહેરનારા અને થૂંકાનારાઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે અત્યારસુધીમાં જાહેરનામા ભંગના ૧૦,૪૯૩ કેસ કર્યા છે. જેમાં ૧૬,૬૦૫ જેટલા લોકો સામે ગુનો દાખલ કરવાથી લઈને ધરપકડ કરવા સુધીની કાર્યવાહી પણ હાથ ધરી છે. પહેલા માસ્ક માટે 500 રૂપિયા હતા ત્યારબાદ વધુ કડકાઇથી પાલન થાય તે માટે 1 હજારનો દંડ કરાયો. આમ છતા 1 લાખ 96 હજાર લોકો એવા પકડાયા જેઓએ દંડ ભર્યો પણ માસ્ક ન પહેર્યુ. ત્યારે આવી સ્થિતીમાં ખિસ્સા પર ભાર અને કોરોનાનો વાર એમ બેવડો માર લાગી રહ્યો છે.

READ ALSO

Related posts

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

pratik shah

ફેસ્ટીવ સીઝનમાં યુઝર્સને મળશે દમદાર ફાયદો, BSNL એ આ પ્લાન્સ પર આપી નવી ઓફર્સ

Ankita Trada

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!