અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં અને મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાતા આંકડાઓએ તેની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે. સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીની પહોંચમાં મૃત્યુમાં કારણ કોરોનાના બદલે માત્ર ‘માંદગી’ દર્શાવવામાં આવી રહ્યું છે. જેની સામે અનેક લોકોએ વાંધો પણ નોંધાવ્યો છે. દરમ્યાનામં આજે એક જ દિવસમાં વધુ 302 દર્દીઓ નોંધાયા છે.

દરમ્યાનામં આજે એક જ દિવસમાં વધુ 302 દર્દીઓ નોંધાયા
જ્યારે સારવાર દરમ્યાન 8 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ સાજા થઈગયેલાં 309 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ દર્દીઓની સંખ્યા 52238ની થઈ ગઈ છે. જેમાંથી 2025 દર્દીએ તેમનાં જીવ ગુમાવ્યા છે. તેમજ કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા લોકોનો આંકડો 42476ને આંબી ગયો છે. બીજી તરફ એક્ટિવ કેસો 2660 થઈ ગયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 3204 પ્રાીવેટ બેડમાં 2709 ભરાયેલા છે.


કોવિડ કેર સેન્ટરમાં 87 સાથે કુલ કેસો 2796 થાય છે. તો શું આ દર્દીઓને એક્ટિવ કે કેસોની ગણતરીમાં લેવામાં આવતા નથી ? આંકડાઓમાં તમામ સ્થળે ગોઠવણો થાય છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુના બેડમાં 406 દર્દીઓ છે, માત્ર 63 બેડ જ ખાલી છે. જ્યારે 208 વેન્ટીલેટર ઉપર છે. 16 વેન્ટીલેટર જ ખાલી છે. જ્યારે સરકારી યાદીમાં રાજ્યભરમાં 93 દર્દીઓ વેન્ટીલેટર ઉપર હોવાનું દર્શાવાયું છે !
ક્યા ઝોનમાં કેટલા એક્ટિવ કેસો ?
ઉત્તરપશ્ચિમઝોન | 491 |
પશ્ચિમઝોન | 462 |
દક્ષિણપશ્ચિમઝોન | 447 |
દક્ષિણઝોન | 395 |
પૂર્વઝોન | 288 |
ઉત્તરઝોન | 297 |
મધ્યઝોન | 280 |
કુલ | 2660 |
એકટિવ કેસોમાં પશ્ચિમઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમમાં 1400 અને પૂર્વ પટ્ટાના મધ્યઝોન, ઉત્તરઝોન, દક્ષિણઝોન, પૂર્વઝોનના 1260 સારવાર હેઠળના દર્દીઓનો સમાવેશ થાય છે. જો કે રેપિડ-એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા અને લક્ષણો વગરના હોવાથી ઘેરબેઠા સારવાર લેતાં સંખ્યાબંધ દર્દીઓનો આ આંકડામાં સમાવેશ નહીં થતો હોવાનું જણાય છે. તેમજ ડિસ્ચાર્જ ઝડપથી કરી દેવાતાં હોવાથી કેટલાંક દર્દીઓની ઘેર ગયા પછી તબિયત બગડતાં ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય છે.
READ ALSO
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- પત્રકારત્વ ક્ષેત્ર તેમજ વર્કિંગ જર્નાલિસ્ટ યુવાપેઢી માટે રોજગારીની ઉજજ્વળ તક, માહિતી ખાતા હસ્તક વિવિધ સંવર્ગની 100 જગ્યાઓની જાહેરાત
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો