GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

અમદાવાદ : BRTSના ડ્રાઈવરે અકસ્માતમાં પોતાની ન ગણાવી ભૂલ, મારો વાંક નથી બાઈક તો…

અમદાવાદમાં પાંજરા પોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ઝુંડાલ રૂટની બસ સાથે અથડાતા બાઇક પર જઇ રહેલાં બે સગા ભાઈઓના સ્થળ પર જ કરૂણ મોત નિપજયા હતાં. બસનો અકસ્માત થતાં જ ડ્રાઈવર ત્યાંથી ભાગી છૂટયો હતો. એકઠાં થયેલા ટોળાએ પત્થરમારો કરીને બસના કાચ ફોડી નાખ્યા હતા.

એક જ પરિવારનાં બે દિકરાઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. અકસ્માત પછી ડ્રાઈવર બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. BRTS બસ ચાલકનું નામ ચિરાગ પ્રજાપતિ છે. જે બસનો અકસ્માત થયો તે ટ્રાવેલ ટાઇમની હતી. કંપનીની હતી. બીઆરટીએસમાં હાલ ચાર્ટડ સ્પીડની 115, મારૂતિદાદા ટ્રાવેલ્સની 60, ટ્રાવેલ ટાઇમની 50 અને અશોક લેલેન્ડની 11 મળીને 236 બસો દોડી રહી છે.

અકસ્માત બાદ આજે પત્રકાર સાથેની વાતચીતમાં આરોપી ડ્રાઇવરે કહ્યું કે મને અકસ્માત અંગે દુઃખ છે, પણ મારો વાંકો નથી. જોકે આરોપી ડ્રાઇવરે બીજા સવાલો પર મૌન સેવી લીધુ હતુ. જોકે, પત્રકારોએ સવાલનો મારો ચલાવતા આરોપી કહ્યું કે મારે પણ ઘર-પરિવાર છે. મીડિયાએ સવાલ જવાબની છડી વરસાવતા આરોપીએ કહ્યું હતું કે, આમા મારો કોઈ વાંક નથી. બાઈક ચાલક સ્લીપ થઈ ગયો હતો અને બીઆરટીએસ ચાલકો 45 પર જ ગાડી ચલાવે છે.

BRTSની હડફેટે 8 વર્ષમાં 55 લોકોનાં મોત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બીઆરટીએસ દર વર્ષે અંદાજે ૨૦૦થી વધુ અકસ્માત સર્જે છે. આ માટે બેદરકારીભરી ડ્રાઇવીંગ કારણભૂત છે. ડ્રાઇવરોને કોઇ તાલીમ અપાતી નથી.માત્ર રોજમદાર ડ્રાઇવરોને રાખીે કોન્ટ્રાકટરો બસોનુ તંત્ર ચલાવી રહ્યાં છે. છેલ્લાં આઠ વર્ષમાં આ જ બીઆરટીએસે ૨૧૦૦થી વધુ અકસ્માતો સર્જાયાં છે જેમાં ૫૫થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં કેટલાંય પરિવારોના કુળદિપકો બુઝાયાં છે. અકસ્માત બાદ કોર્ટે મૃતકોની તરફેણ ચૂકાદા આપ્યાં છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂા.૫૬.૪૯ વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કરાયો છે. હવે તો અમદાવાદીઓએ બીઆરટીએસ જ બંધ કરવા માંગ ઉઠાવી છે.

CCTV કેમેરાના ફુટેજ સામે ઉભા થયેલા ગંભીર પ્રશ્નો

પાંજરાપોળ ચાર રસ્તા પર અકસ્માત થયો તે સ્થળના મીડિયામાં મુકાયેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ અત્યંત ઝાંખા, બ્લર અને અવ્યવસ્થિત છે. પાંજરાપોળ જેવા ભરચક વિસ્તારના કેમેરાની ક્વોલિટી કેટલી બોગસ છે, તેનો આ નમૂનો છે. ચાર રસ્તા પર ૨૦ જેટલા કેમેરાઓ લાગેલા હોય છે, પણ તેમાંથી ભાગ્યે જ ચાલુ હોય છે. કેટલાક કેમેરાને તો કનેકશન પણ નથી હોતું. માત્ર ચલણ ફાડવાના હોય તે કેમેરા જ ચાલુ સ્થિતિમાં હોય છે. મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિટી અને ઇ-ગવર્નન્સ ખાતા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર ઠેર કેમેરા નખાયા છે અને પાલડીમાં અદ્યતન કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે.

BRTSના 4 વર્ષમાં ૨૨ જીવલેણ અકસ્માતો

૨૦૧૬
૨૦૧૭
૨૦૧૮
૨૦૧૯
કુલ૨૨

READ ALSO

Related posts

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

દમણમાં ભારત પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, વંથલી તાલુકામાં 4 ઈંચ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!