GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

મુસીબતમાં સાથ આપે તે હોય સંતાનો. પરંતુ મહામારીની મુસીબતમાં કૂખે જણ્યા સંતાનો તેમના માતાપિતાને છોડવા માંગી રહ્યા છે. આ વાતનો ખુલાસો થયો છે વૃદ્ધાશ્રમમાં. જ્યાં કોરોનાની આ મહામારીમાં કેટલાય સંતાનો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં છોડવાની ઇન્કવાયરી કરવા લાગ્યા છે.

માતા – પિતાનું સ્થાન ઇશ્વરથી પણ વિશેષ છે. પરંતુ કળિયુગના સમયમાં ઘણા માતાપિતા સંતાનોની ઘોર ઉપેક્ષાઓનો સામનો કરતા હોય છે. હાલમાં કોરોના વાયરસને કારણે લોકોની આર્થિક સ્થિતી નબળી બની છે. તેવા સંજોગોમાં ઘણા કળિયુગી સંતાનોને તેમના માતા પિતા પણ ભારણરૂપ લાગે છે. જેથી આવા સંતાનો તેમના માતાપિતાની સંભાળ રાખવાના બદલે તેમને વૃધ્ધાશ્રમમાં મોકલવા માંગે છે જેના કારણે જ અમદાવાદના વૃદ્ધાશ્રમમાં ઈન્કવાયરીમાં વધારો નોંધાયો છે.

અમદાવાદના કેટલાક વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ પણ જોવા મળ્યું છે. બીજી તરફ સંચાલકોને લોક ડાઉન દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેમકે અહીં બધા જ વૃધ્ધો જ રહે છે. જેથી વૃદ્ધોમાં કોરોના સંક્રમણ થવાની શક્યતા વધારે રહેલી છે. વૃધ્ધોને કોઈ બીમારી આવે તો સરકારી હોસ્પીટલમાં પણ મોકલી શકે એવી સ્થિતિ નથી.

અમદાવાદમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં હાલ રોજના 15 થી 20 ફોન માત્ર પોતાના માતા -પિતાને મુકવાની ઇન્કવાયરી માટે આવે છે. આ ફોનમાં ગુજરાતથી લઇને મુંબઇથી પણ ફોન આવી રહ્યા છે. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો રહે છે. જે એક આશા રાખીને બેઠા છે કે એમના સંતાનો આવીને એમને પોતાના ઘરે લઈ જાય. માતા પિતાએ વેદનાઓ વેઠીને પોતાના સંતાનોને મોટા કર્યા છે. તેમના માટે ખુબજ સારી પંક્તિ છે.

  • કાઢી મુખેથી કોળીયાં, મ્હોમાં દઇ મોટા કર્યા,
  • અમૃત તણા દેનાર સામે, ઝેર કદી ઉગળશો નહીં

READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!