આ મેજિક તો રૂપાણી જ કરી શકે, મોદીને પાછળ રાખી દીધા : અમદાવાદને મળ્યું આ સર્ટિફિકેટ

શું એવું બની શકે કે અમદાવાદમાં રહેતા બધા લોકો બહાર શૌચક્રિયા માટે જતા ન હોય. આ સવાલ થોડો અટપટો અને વિચિત્ર લાગે. પરંતુ અમદાવાદને સ્ટેટસ તો કંઇક એવું જ મળ્યુ છે. અમદાવાદને ઓપન ડેફિકેશન ફ્રી પ્લસનું સર્ટીફીકેટ અપાયું છે. એટલે કે અમદાવાદમાં કોઇપણ વ્યકિત બહાર જાહેરમાં શૌચક્રિયા માટે તો જતો નથી અને અમદાવાદના બધા જાહેર શૌચાલય એકદમ ચોખ્ખા અને બેસ્ટ ક્વોલિટીના છે. ખરેખર વાસ્તવિકતા કંઇક અલગ છે. આ મેજિક તો રૂપાણી સરકાર જ કરી શકે છે. રૂપાણીએ હવે મોદીને પાછળ રાખી દીધા હોવાની અમદાવાદમાં ચર્ચા છે. કેન્દ્રની ટીમને કયા શૌચાલયો બતાવાયા એ હવે એક સવાલ ઉઠી રહ્યો છે. અમદાવાદના કયા શૌચાલયમાં પેપર નેપકીન હોય છે. જ્યાં બાળકો પણ જઈ શકે એવી સુવિધાઓ છે. ખરેખર હવે તો અેએમસીએ પણ હદ કરી હોવાનો બળાપો અમદાવાદીઓ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યાં છે.

ક્યારે મળે

 • અમદાવાદમાં 350 ટોયલેટ
 • કેન્દ્રની ટીમે 35 પબ્લીક ટોયલેટની કરી ચકાસણી
 • 50 ટકા ટોયલેટ એક્સલન્ટ
 • 33 ટકા વેરી ક્લિન
 • 12.5 ટકા એસ્પિરેશનલ રિમાર્કસ

કેવી રીતે મળે છે ઓડીએફ પ્લસનો રેન્ક

 • 10 ટકા બેસ્ટ ટોયલેટ ધારાધોરણ મુજબના હોવા જરૂરી
 • પેપર નેપકિન હોવા જોઈએ
 • બાળકો, વિકલાંગો અને વડીલો ઉપયોગ કરી શકે તેવા હોવા જોઈએ
 • ટોયલેટના દરવાજા યોગ્ય રીતે બંધ થવા જરૂરી
 • હવા ઉજાસ જરૂરી
 • ગૂગલ મેપથી ટોયલેટની માહિતી મળે તે જરૂરી

અમદાવાદને ધરારથી સ્માર્ટ સીટી બનાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે અમદાવાદને ઓપન ડેફિકેશન ફ્રીનું સર્ટીફીકેટ તો મળ્યું છે અને તેમાં પણ પ્લસનું સર્ટીફિકેટ અપાયુ છે.. એટલે કે અમદાવાદ ઓડીએફ ફ્રીનું સ્ટેટસ ધરાવે છે. 2 ઓક્ટોબર 2016થી અમદાવાદ ઓડીએફ એટલે કે ઓપન ડેફિકેશન ફ્રીનું સ્ટેટસ ધરાવે છે. અને હવે તેમાં વધારો કરતું પ્લસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. તેથી કેન્દ્ર સરકાર દ્વારા એક ટીમ અમદાવાદની મુલાકાતે આવી હતી. જેમાં 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી દરમિયાન આ ટીમ અમદાવાદમાં આવી હતી અને ચકાસણી બાદ આ સ્ટેટસ આપ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter