GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદના આ વિસ્તારમાં હેલ્થ ટીમ પર થયો હુમલો, ‘આ લોકોને શબક શિખવાડવો પડશે’ એમ કહીને ભગાડી મુક્યા

Corona

નિકોલ વિસ્તારમાં અમદાવાદ મ્યિનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ પર હુમલો કરીને હેલ્થ વર્કરને લાફો માર્યો હતો, એટલું જ નહી મહિલા કર્મચારી સાથે પણ ઝપાઝપી કરીને સોસાયટીના લોકોએ આ લોકોને શબક શિખવાડવો પડશે કહીને વાહનોની તોડફોડ કરવાની ધમકી આપીને કર્મચારીઓને ભગાડી મુક્યા હતા, આ ઘટના અંગે નિકોલ પોલીસે સોસાયટીના ચેરમન સહિત ૨૧ લોકો સામે ગુનોનોધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને માસ્ક પહેરવાનું કહેતા બની આ ઘટના

પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવકને માસ્ક પહેરવાનું કહેતા આ બનાવ બન્યો હતો. આ કેસની વિગત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નોકરી કરતા અને નવા નરોડામાં પ્રાર્થના પરિસરમાં રહેતા હાર્દિકકુમાર ભાસ્કરભાઇ જોષીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં  નિકોલ અમર જવાન સર્કલ પાસે આવેલી શ્રીધર ફ્લોરા સોસાયટીમાં રહેતા  હીરાભાઇ પટેલ તથા નિકુંજભાઇ અવસાણી અને રાજેશભાઇ ચૌહાણ તેમજ રોબિન પંચાલ સહિત ૨૧ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે સોસાયટીમાં એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમના પડોશી સહિત સોસાયટીના રહિશોના ચેકઅપ માટે મહિલા કર્મચારી સાથે ગયા હતા.

આ લોકોને શબક શિખવાડવો પડશે તેમ કહી ગાળો બોલવા લાગ્યા

આ દરમિયાન સવારે ૧૦ વાગે સોસાયટીમાં એક યુવકે માસ્ક પહેર્યું ન હતું જેથી તેમને  માસ્ક પહેરાવાનુ કહેતા તે વ્યક્તિ ઉશ્કેરાઇ ગયો હતો હુ માસ્ક પહેરીશ, તું તારુ કામ કર તેમ કહેતા ફરિયાદીએ પોતે કોર્પોરેશનમાં આવતા હોવાના પરિચય આપ્યો હતો, તેમ છતાં લોકનું ટોળું એકઠ્ઠુ થઇ ગયું હતું અને આ લોકોને શબક શિખવાડવો પડશે તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.

મહિલા કર્મચારીએ શાંત પાડવા પ્રયત્ન કરતાં તેમની સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા

આ સમયે મહિલા કર્મચારીએ શાંત પાડવા પ્રયત્ન કરતાં તેમની સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા એટલું જ નહી તેમના હાથમાં રહેલા પેડની ખેચતાણ કરતાં મહિલા કર્મચારીને હાથમાં લાગતાં લોહી નીકળ્યું હતું. આ સમયે સોસાયટીના ચેરમેને આવીને સોસાયટીના લોકોનું ઉપરાણું લીધું હતું. હાજર લોકોએ બુમો પાડીને આ લોકોને જવા દેવાના નથી તેમ કહીને તેમના વાહનોની તોડફોડ કરવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..

Ankita Trada

બોયફ્રેન્ડ સાથે કોરોનાકાળમાં પાણી પુરી ખાતી હતી પત્ની અને પતિ જોઈ ગયો, એવું થયું કે કેસમાં પોલીસની થઈ એન્ટ્રી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!