GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં આવતીકાલથી જનજીવન ફરી ધબકતું થશે, ફક્ત રાત્રિ કર્ફ્યૂ જ અમલમાં રહેશે

Last Updated on November 22, 2020 by

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જીએસટીવી ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે કહ્યું હતુ કે તહેવારના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું. સંક્રમણ નહી વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો. અમદાવાદમાં આવતીકાલથી જનજીવન શરૂ થશે. જો કે અમદાવાદમાં રાત્રી કર્ફયું યથાવત રહેશે. રાજ્યમાં દરરોજ કોરોનાની કામગીરી અંગે સમીક્ષા થાય છે. નીતિન પટેલે કહ્યું હતુ કે કોરોના સામે લડવા માટે આપણી પાસે પુરતી વ્યવસ્તા છે.સંક્રમણ ન વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો.

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ના વધે તે માટે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અન્ય ત્રણ મોટા મહાનગરોમાં પણ જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણમાં ના વધારો થાય તે માટે કરફ્યુ લાગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બીજી તરફ તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગમી સમયમાં જો પરિસ્થિતિ અંતર્ગત ચાર મહાનગરોમાં અને અન્ય શહેરોમાં દિવસ દરમ્યાનના અમુક કલાકો અને સંપૂર્ણ રાત્રી કરફ્યુ લદાય તેવી અટકળો સેવાઈ રહી છે.

અમુક કલાકો અને સંપૂર્ણ રાત્રી કરફ્યુ લદાય તેવી અટકળો

ઉલ્લેખનીય છે રાજ્યાના અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ ભયવાહ રીતે બગડી છે. જેમાં શહેરમાં હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. રોજે રોજ વધુને વધુ સંક્રમિત દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. નોંધનીય છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હાલ શનિ-રવિના દિવસે સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, ત્યારે બીજી તરફ સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર મહાનગરોમાં દિવસના સમયમાં પણ કર્ફ્યૂ લાદે તેવી અટકળો વધપ ઝડપી બની છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણને રોકવાના સંપૂર્ણ પ્રયત્ન કરે તેવી શક્યતા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana

ઓળખાણનો લાભ લઈ લાખો રૂપિયાના દાગીનાની ખરીદી કરનારા બે આરોપીઓની ધરપકડ, ભાજપનો સભ્ય પણ છે સંડોવાયેલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!