અમદાવાદ શહેરમાં 8 જેટલા ફ્લાયઓવર બ્રિજની સ્થિતિ જોખમી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. હાટકેશ્વર જેવા વિવિધ વિસ્તારમાં આવેલા આઠ બ્રિજ ઉપરથી ભારે વાહનોને પસાર કરવા માટે અસલામત હોવા અંગે વર્ષ-2016માં રાજયના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ડીઝાઈન સર્કલ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી ઈજનેરને રીપોર્ટ સુપરત કરી દેવામાં આવ્યો હતો.જો કે રાજયના રોડ એન્ડ બિલ્ડિંગના ડીઝાઈન સર્કલ તરફથી આપવામાં આવેલા ગંભીર રીપોર્ટ ઉપર અમલ કરાયો નથી.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ વિસ્તારમાં બનાવવામાં આવેલા જુદા જુદા ફલાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ સંદર્ભમાં રાજયના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ડીઝાઈન સર્કલ તરફથી ડીસેમ્બર-2016માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી ઈજનેરને શહેરમાં રાત્રિના સમયે કાંકરીયા રેલવે યાર્ડ તરફથી જુદા જુદા ફલાય ઓવરબ્રિજ,રેલવે ઓવરબ્રિજ ઉપર મલ્ટી એકસલ વ્હીકલ દ્વારા માલસામાનના કરવામાં આવતા પરિવહનને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી હતી.
IRC-6-2016 મુજબ નવ ફલાયઓવરબ્રિજની ડીઝાઈન SVLoading કરેલી ન હોવાથી આ તમામ ફલાયઓવરબ્રિજ ઉપરથી મલ્ટીએકસલ વ્હીકલ પસાર થાય તો બ્રિજના સ્ટ્રકચરને નુકસાન થવાની શકયતા હોવાનું કહી ફલાયઓવર અને રેલવે ઓવરબ્રિજના એપ્રોચ ઉપર મલ્ટીએકસલ વ્હીકલ પ્રોહીબીટેડના સાઈનેજ લગાવવા સુચના આપી હતી.
કયા-કયા બ્રિજ અસલામત?
- હાટકેશ્વર બ્રિજ
- નાથાલાલ ઝઘડા બ્રિજ
- સોનીની ચાલ બ્રિજ
- સી.ટી.એમ.બ્રિજ
- ઠકકરનગર બ્રિજ
- દિનેશ ચેમ્બર બ્રિજ(બાપુનગર)
- ઈસનપુર બ્રિજ
- ગુરુજી બ્રિજ(મણીનગર)
- જશોદાનગર બ્રિજ
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં