તમારા બંને પગ સાજા-સારા છે અને તમે ચાલી અને દોડી શકો છો અને વિચારો કે તરત જ તમારો એક પગ કામ કરતો બંધ થઇ કે શરીરથી અલગ થઇ જાય તો તમારી શું સ્થિતિ થાય? 2021માં અમદાવાદથી મહુવા જતા સમયે નેહા ભટ્ટને એક અકસ્માત નડ્યો જેમાં તેનો એક પગ કાપવો પડ્યો હતો. જીએસટીવીની વાતચીતમાં તેણે જણાવ્યું કે તેણે પહેલા ચાર વખત આપઘાત કરવાના પણ પ્રયત્ન કર્યા છે. પણ કહેવાય છે ને કે કુદરત ઘણી વખત આપણી પાસે કંઈક જુદુ જ કરાવવાનું નક્કી કર્યું હોય છે.

અકસ્માતના કારણે નેહાને બગોદરા, બગોદરાથી અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ તેને અસારવા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેના એક પગને કાપવો પડ્યો. આ તકલીફ વેઠવી તેના માટે ઘણી મુશ્કેલ રહી. પણ હવે ચાનો સ્ટોલ ચલાવી પગભર બની છે.
ampuT નામે ચાનો સ્ટોલ શરૂ કર્યો
અકસ્માતને કારણે એક પગ ગુમાવી ચુકેલી નેહાને ચાનો ઘણો શોખ છે. તેથી તેણે ampuT નામે ચાનો સ્ટોલ શરૂ કર્યો. આજે સૌ કોઈ તેને હિંમત આપી બિરદાવી રહ્યા છે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું અને બેન્ક લોન માટેપણ અરજી કરી છે.

સરકાર તરફથી કોઈ સહાય નથી મળી, ઉલટાનું કોર્પોરેશનનું દબાણ ખાતું ધાક ધમકી આપે છે
નેહા ભટ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર કચેરીમાં પણ ચાની કેટલી ખોલવા માટેની મંજૂરીની માંગણી કરી હતી દિવ્યાંગ યોજનાઓ તો ઘણી બનાવવામાં આવી છે. પરંતુ આ દિવ્યાંગ દીકરી કે જેણે એસટી બસ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો છે તેને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય મળી નથી છ દિવસ થી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલા ઇવેન્ટ સેન્ટરની સામે એમટીયુટી ટી સ્ટોલ શરૂ કર્યો છે ત્યારે કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી હતી.

નેહા ભટ્ટને સહકાર આપી લોકો કરી રહ્યાં છે મદદ
અમદાવાદઓ આ યુવતીને અને તેની હિંમતને ખૂબ જ બિરદાવી રહ્યા છે. લોકો નરોડા, એસજી હાઇવે, બાપુનગરથી પણ અહીંયા ચા પીવા માટે આવે છે. નેહા ભટ્ટ પોતાની હિંમત હારી ચૂકી હતી પરંતુ ફરી એક વખત પોતાનો પગ નથી તેમ છતાં પણ જાત મહેનત કરીને પોતાના પરિવાર સાથે આ ટી સ્ટોલ ખોલીને ગુજરાન ચલાવવા માંગે છે. સરકારને પણ પ્રાર્થના કરી રહી છે કે જે કાંઈ પણ મદદ કરવામાં આવે છે તે મદદ નેહા ભટ્ટ સુધી પહોંચાડવામાં આવે. એવી ઘણી સામાજિક સંસ્થાઓ અને દાનવીર લોકોએ નેહા ભટ્ટને મદદ પણ કરી છે.

READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો