ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક જ આજે બપોરે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી. આ મુલાકાત તેમણે કેમ કરી તેની ચર્ચાઓ હાલમાં ચકડોળે ચડી છે. હજી તેમની મુલાકાતનો હેતુ સ્પષ્ટ થયો નથી. અધિકારીઓ સાથે તેમણે શું ચર્ચાઓ કરી તેની પણ જાણકારી સામે આવી નથી. તેઓ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા. જેમાં તે જેલમાં કયા મુદ્દે મુલાકાત માટે ગયા છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.

ઓચિંતી મુલાકાતને કારણે અનેક પ્રકારની અટકળો શરૂ
પોલીસ બેડામાં હર્ષ સંઘવીની આ ઓચિંતી મુલાકાતને કારણે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. સાબરમતી જેલમાંથી અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે તેમણે કેદીઓ અને જેલની સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની અટકળો વહેતી થઈ છે. તેમણે હાઈસિક્યુરિટી ઝોનની પણ મુલાકાત લીધી હોવાની વિગતો સામે આવી છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં