કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે 28 માર્ચે અમદાવાદ અને ગેટવિક (લંડન) વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું.તેમના સંબોધનમાં જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પેસેન્જર ક્ષમતા વધારવાનું સરકારનું લક્ષ્ય
અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદમાં હાલમાં 50 લાખ સ્થાનિક અને 25 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પેસેન્જર ક્ષમતા વધારીને 1.60 કરોડ સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.
છેલ્લા 9 વર્ષમાં કનેક્ટિવિટી વધીને 57 સ્થળોએ પહોંચી
2013-14માં અમદાવાદ માત્ર 20 સ્થળો સાથે જોડાયેલું હતું અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 9 વર્ષમાં કનેક્ટિવિટી વધીને 57 સ્થળોએ પહોંચી છે, એમ તેમણે ઉમેર્યું હતું. છેલ્લા 9 વર્ષોમાં, અમદાવાદથી સાપ્તાહિક એર ટ્રાફિક મુવમેન્ટ પ્રતિ અઠવાડિયે 980 થી વધીને 2036 પ્રતિ અઠવાડિયે, 128%નો વધારો થયો છે.

માળખાકીય સુવિધાઓના વિકાસ પર કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન
ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનના વિકાસ અંગે મંત્રી સિંધિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. કંડલામાં નવું ટર્મિનલ, સુરતમાં રૂ. 250 કરોડના ખર્ચે એક નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ અને વડોદરામાં નવું એટીસી ટાવર કમ ટેકનિકલ બિલ્ડીંગ વિકસાવવામાં આવ્યું છે. હાલમાં, ગુજરાતમાં 10 એરપોર્ટ છે, અને ધોલેરામાં રૂ. 1305 કરોડના ખર્ચે અને હિરાસર રાજકોટમાં રૂ. 1405 કરોડના ખર્ચે બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ સાથે આ સંખ્યા વધીને 12 થશે.
ગુજરાતમાં, ગુજરાતના એરપોર્ટ પરથી કાર્યરત ફ્લાઈટ્સની સંખ્યા 2013-14માં 1175થી વધીને 2500થી વધુ થઈ ગઈ છે. RCS UDAN યોજના હેઠળ, ગુજરાતને 83 રૂટ આપવામાં આવ્યા છે અને તેમાંથી 55 પહેલાથી જ કાર્યરત થઈ ગયા છે અને બાકીના ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. આ અવસરે ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલ અને એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન પણ હાજર રહ્યાં હતા.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો