GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

162 કરોડના ખાડા : અમદાવાદમાં ડ્રેનેજના કારણે ભુવા ન પડે એ માટે ખર્ચાશે જંગી રકમ, એ પછી પણ ખાડા પડશે તો કોણ જવાબદારી લેશે?

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની સમસ્યા બારમાસી બની ગઈ છે.ભુવા પડવા પાછળના અનેક કારણો પૈકી એક કારણ શહેરમાં આવેલી વર્ષો જુની ડ્રેનેજલાઈનો છે.પલ્લવ જંકશનથી અમીન ચાર રસ્તા સુધી 1200 ડાયાની ડ્રેનેજ લાઈનના રીહેબીલીટેશન માટે 22.39 કરોડનો ખર્ચ કરાશે. શહેરના અલગ અલગ વિસ્તારની હયાત ડ્રેનેજલાઈનના રીહેબીલીટેશન પાછળ કુલ રુપિયા 162 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી છે.

અમૃત-2 અંતર્ગતSWAP-1ગ્રાન્ટ હેઠળ પલ્લવ જંકશનથી અંકુર સર્કલ અને નારણપુરા ચાર રસ્તા થઈ અમીન ચાર રસ્તા સુધીની 1200 મીમી ડાયાની ડ્રેનેજલાઈન સી.આઈ.પી.પી.મેથડથી રીહેબીલીટેશન કરવા માટે કોન્ટ્રાકટર બાલીબોય ઈન્ડિયાના નેગોશીએશન બાદ ઘટાડવામા આવેલા ભાવ મુજબ રુપિયા 22,39,92,346 ના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી છે.

ઉપરાંત શાહપુર રોડ ચોકડીથી મીરઝાપુર ત્રણ રસ્તાથી ભદ્ર થઈ ગાયકવાડ હવેલી થઈ જમાલપુર એસપીએસ સુધી 900 ડાયા મીમીની ડ્રેનેજ લાઈન રીહેબ કરવા કોન્ટ્રાકટર ઓનસાઈટ ઈન્ડિયા પ્રા.લી.ના ભાવ નેગોશીએશન બાદ ઘટાડવામા આવેલા ભાવ મુજબ રુપિયા 28,97,52,209ના ટેન્ડરને, હરીઓમ હાઉસીંગથી અખબારનગર સર્કલ સુધી 1600 ડાયા મીમીની ડ્રેનેજલાઈન રીહેબ કરવા કોન્ટ્રાકટર કેપીટલ એન્જિનિયરીંગના રુપિયા 13,53,13,670 ના ટેંડરને મંજૂરી અપાઈ છે.

અમીન ચાર રસ્તાથી દર્પણ છ રસ્તા થઈ વિજય ચાર રસ્તા સુધીની ૫૪ ઈંચ ડાયાની અને નહેરુનગર સર્કલથી શ્રેયસ બ્રિજ નીચે રેલવે લાઈન સુધી 63 ઈંચ ડાયાની ડ્રેનેજ લાઈન રીહેબ કરવા ઘટાડેલા ભાવ મુજબ કોન્ટ્રાકટર જીપ્સમ સ્ટ્રકચરલ ઈન્ડિયાના રુપિયા 38,64,72,600ના ટેન્ડરને મંજુરી આપવામાં આવી હતી.

ઉપરાંત ઈદગાહ સર્કલથી પ્રેમદરવાજા થઈ કાલુપુર ચાર રસ્તા થઈ કાલુપુર રેલવે સ્ટેશન કમ્પાઉન્ડ વોલ થઈ સારંગપુર સર્કલ સુધી 1050 અને 1200 મીમી ડાયાની ડ્રેનેજલાઈનને જી.આર.પી.મેથડથી રીહેબ કરવા માટે ભાવ ઘટાડા બાદ ઘટાડા બાદ કોન્ટ્રાકટર વર્મ ઈન્ડિયા લી.ના રુપિયા 28,90,36,495ના ટેન્ડરને મંજુરી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV