અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનને વ્યાજમાફી ઝુંબેશમાં સારી આવક થઈ છે. 14 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલેલી વ્યાજમાફી ઝુંબેશમાં રૂપિયા 522 કરોડની આવક થઈ છે, જ્યારે વર્ષ દરમિયાન વ્હિકલ, પ્રોફેશનલ, પ્રોપર્ટી ટેક્સ સહિત કુલ રૂપિયા 1 હજાર 909.63 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા 356.40 કરોડ વધુ છે. કુલ 1 હજાર 279 કરોડના લક્ષ્ય સામે વર્ષ 2022-23 માં 1 હજાર 506 કરોડ રૂપિયાની આવક થઈ છે.
વર્ષ 2022-23 ની પ્રોફેશનલ ટેક્સની આવક 217 કરોડ રૂપિયા થઇ છે..તો વ્હિકલ ટેક્સમાં વર્ષ 2021-22 માં 131 કરોડ આવક થઈ હતી..વર્ષ 2022-23 માં વ્હિકલ ટેક્સની આવક 186 કરોડ થઇ હતી..ગત વર્ષ કરતા આવકમાં 23 ટકાનો વધારો થયો થયો છે. વર્ષ 2021-22 માં 1 હજાર 553 કરોડ સામે વર્ષ 2022-2023 માં 1 હજાર 909 કરોડ રૂપિયાની આવક થઇ હતી. તો છેલ્લા દોઢ મહિનામાં 1 લાખ 18 હજાર 413 મિલકતો સીલ કરવામાં આવી હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો