AHMEDABAD NEWS : અમદાવાદ શહેરમાં હવે ભુવા પડવાનું રૂટિન બની ગયું છે. ગઇકાલે વિરાટનગરમાં ભુવો પડ્યો હતો, તો આજે 26મેના રોજ મક્તમપુરામાં રોડ પર ભુવો પડતા ચાલુ કાર ભુવામાં ખાબકી હતી. કાર ભુવામાં પડતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને કારચાલકને ભુવામાં પડેલી કારમાંથી બહાર કાઢ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે 26મેએ કમોસમી વરસાદ પડ્યો છે. જો કમોસમી વરસાદમાં જ ભુવા પડવા લાગ્યા છે તો પછી ચોમાસાની ઋતુમાં શું થશે? ઉલ્લેખનીય છે કે આજે ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદને કારણે શહેરમાં 30 જેટલા મોટા ઝાડ પડ્યા હોવાના પણ સમાચાર છે.

વિરાટનગરમાં વગર વરસાદે ભૂવો પડ્યો
ચોમાસાની સિઝનમાં સ્માર્ટસિટી અમદાવાદ ભૂવાનગરી બની જાય છે પરંતુ શહેરમાં વગર વરસાદે ભુવો પડ્યો છે. વિરાટ નગર વિસ્તારમાં એસપી સર્કલ નજીક ભુવો પડ્યો છે. તંત્રએ ભુવાની આસપાસના ભાગને કોર્ડન કરીને સમારકામ કરવાની કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં એસપી સર્કલ નજીક ભુવો પડ્યો છે. આ ભુવો એટલો મોટો છે કે આખી કાર તેમાં ખાબકી જાય. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક રીક્ષા ખાડામાં ફસાઈ હતી, આ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢ્યા બાદ રસ્તા પર ભુવો પડી ગયો હતો. ભુવાના કારણે ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે જેના કારણે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. તંત્રએ ભુવાની આસપાસના ભાગને કોર્ડન કરીને સમારકામ કરવાની કામગીરી શરૂ કરી છે.
READ ALSO
- Donald Trump: વધુ એક કેસમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના મામલે ચાલશે કેસ
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર
- BYJU’Sનો ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય: 1000થી વધુ કર્મચારીઓની કરશે છટણી
- 45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું
- OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’