અમદાવાદમાં કોરોનાના નવા 50 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આરોગ્યવિભાગના આંક મુજબ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં નવા 50 પોઝીટીવ કોરોનાના કેસ નોંધાતા અમદાવાદના લોકો ફફડી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નોધાયેલા 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ નોંધાતા લોકડાઉનનો ચૂસ્ત અમલ છતાં તેના અમલમાં લાલિયાવાડી કહો કે પછી લોકોની બેદરકારી. જેના માથે આરોપ ઢોળવા હોય તે ઢોળી શકે પરંતુ હાલમાં અમદાવાદમાં કોરોના ના છેલ્લા 12 કલાકમાં વધેલા 50 દર્દીઓની સંખ્યાએ તંત્ર સહિત સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો છે.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 133 પોઝીટીવ કેસ થયા છે. હજુ પણ અમદાવાદીઓએ સુધરવાની જરૃર છે. જો નહીં સુધરો તો અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ દિવસે દિવસે વધી જશે… લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થવું જરૃરી છે. ભીલવાડા પેટર્ન મુજબ કોટ વિસ્તારમાં વકરેલા કોરોનાને નાથવા પ્રયાસો કરવા પડશે. અત્યાર સુધી હોતા હૈ ચલતા હૈ એવી સ્થિતિ હવે નહીં ચલાવી લેવાય. કોરોનાના વધતા ભયને કોની બેદરકારી ગણવી.


લોકો સ્વયંભૂ લોકડાઉનનો અમલ નહીં કરે તો તંત્ર પણ કશું નહીં કરી શકે
બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ છેલ્લા 24 કલાકમાં વિસ્ફોટ થયો હોય તેમ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કરીને રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ એક જ દિવસમાં 50નો આંક પાર કરી ગયાનું જણાવ્યું હતું. નોધાયેલા કેસો દાણીલિમડા, આસ્ટોડિયા અનેઘોડાસર વિસ્તાર આવ્યો છે. શહેરી વિસ્તારોમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ હતી. અમદાવાદમાં કોરોનાનો કાળ પછેડો ફરી ગયો છે.
તબલિગી જમાતમાંથી પાછા ફરેલા ગુજરાતના લોકોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોટવિસ્તારમાં લોકડાઉનનો પૂરતો અમલ થતો ન હોવાતી સીઆરપીએપની ટીમો ઉતારવામાં આવી હતી. છતાં લોકો જ્યાં સુધી સ્વયંભૂ રીતે લોકડાઉનનો અમલ નહીં કરે સોશ્યલ ડિસ્ટન્ટનું પાલન નહીં કરે તો પછી તંત્ર પણ આમાં કંઈ કરી શકે તેમ નથી. લોકોએ બહાદુરી બતાવવા બહાર નીકળવાને બદલે ઘરમાં પૂરાઈ રહેવાની જરૃર છે.
Read Also
- OMG : જાદુઈ રેતીને ગરમ કરવા પર બની જશે સોનુ! ઝવેરીએ 50 લાખના આભૂષણ આપી ખરીદી, જાણો પછી શું થયુ
- પ્રાણીપ્રેમ: પોતાની પાલતુ ભેંસને સિંહનો કોળિયો બનતી જોતા યુવક વિફર્યો, સિંહ સાથે બાધ ભીડી
- સુરત: પરાક્રમ દિવસે ધારાસભ્યનું પરાક્રમ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવાતા પોલીસ સાથે જ કરી બબાલ
- સૌથી ઝડપી પૈસા ડબલ કરવા કરો અહીં રોકાણ, ફક્ત ત્રણ મહિનામાં એફડીથી 5 ગણો વધારે મળે છે ફાયદો
- કેન્સર જેવા ગંભીર રોગોથી બચવુ હોય તો ખાવ સોયાબીન, માનસિક સંતુલન પણ રહેશે ઠીક: અહીં જાણો ગજબના ફાયદા