GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમદાવાદમાં આગ : ૫તિ-૫ત્ની અને પુત્ર સહિત ચાર જીવતા ભુંજાતા અરેરાટી

કરિયાણાની દુકાનમાં લાગેલી આગે ચાર વ્યક્તિનો ભોગ લીધો : ફાયર સેફ્ટી સહિતની બાબતોને લઇને ઉઠતા સવાલ : વહેલી સવારે ઘટના બન્યા બાદ લોકોના ટોળા એકત્ર

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં આવેલી કિરાણા સ્ટોરમાં આજે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ ચાર વ્યક્તિ જીવતા ભુંજાઇ ગયા હોવાનું બહાર આવતા અરેરાટી પ્રસરી ગઇ છે.

આગની આ ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે આ આગ લાગી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડના છ વાહનોનો કાફલો દોડી આવ્યો હતો. તથા જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં ફસાયેલા ચાર વ્યક્તિને બહાર કઢાયા હતા. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં લવાયેલા બે વ્યક્તિને મૃત જાહેર કરાયા છે. જ્યારે કે અન્ય એક મહિલાને વી.એસ.માં ખસેડાઇ હતી. આ મહિલાનુ પણ મોત થયું છે.

વધુમાં મળતી માહિતિ અનુસાર સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના શોક સર્કિટના કારણે બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. કરિયાણાની દુકાનમાંથી શરૂઆત થયા બાદ આગે વિકરાળ સ્વરૂ૫ ધારણ કરી લીધુ હતું. તથા પાછળ જ આવેલા એક રહેંણાક ઘરને લપેટમાં લઇ લીધુ હતું. જેમાં ૫તિ-૫ત્ની અને પુત્ર સહિત ચાર વ્યક્તિના મોત નિ૫જ્યા છે. આગ એટલી ગંભીર હતી કે આસપાસના દુર સુધીના વિસ્તારમાં તેની અસર વર્તાઇ હતી. બનાવની જાણ થતા જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.

બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની સાથે પોલીસ કાફલો ૫ણ દોડી આવ્યો હતો. અલબત, આગની આ ઘટનાના ૫ગલે રહેંણાક વિસ્તારમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. ગીચ રહેંણાક વિસ્તારમાં અચાનક આગ લાગે ત્યારે લોકોના જીવ બચાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં અમદાવાદનું તંત્ર નિષ્ફળ ગયું છે. ઉ૫રાંત રહેંણાક વિસ્તારમાં બની ગયેલા કોમર્શિયલ એકમોના કારણે લોકોના જાન-માલની સલામતી જોખમાઇ રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળે છે. જેને લઇને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

Related posts

CTET Exam 2020: પરીક્ષાઓને લઈ આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે CTETની પરીક્ષા

Pravin Makwana

દ્વારકાધીશ મંદિરની ટોચનો દંડ તૂટ્યો, શું દેશમાં મોટી મુસીબત આવવાના છે સંકેત?

Mansi Patel

અમેરિકા : એક જ અઠવાડિયામાં 13 લાખ લોકોએ બેરોજગારી ભથ્થુ મેળવવા કરી અરજી, કોરોનાએ અર્થતંત્રને અસર પહોંચાડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!