GSTV
Ahmedabad Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

કોરોના વાયરસથી પ્રભાવિત દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે, AMCનો આરોગ્ય સર્વે ફક્ત કાગળ પર જ રહ્યો

આરોગ્ય

રાજ્યના આર્થિક પાટનગર સમાન અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધ્યું છે. તેવી સ્થિતિ વચ્ચે બહાર આવતી વિગતો અનુસાર અગાઉ મ્યુ.કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કરવાની કરેલી જાહેરાત ફક્ત કાગળ પર જ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય વાઈરલ બિમારીવાળા લોકોને અલગ તારવી શકાય તે માટે સરકાર દ્વારા આખા રાજ્યમાં આવો સર્વે શરૂ કરાયો છે. રાજ્યના છેવાડાના ગામડાઓમાંથી જિલ્લા દીઠ દરરોજ પ૦૦-૬૦૦ દર્દીઓને સારવારમાં મોકલાઈ રહ્યા છે. પરંતુ અમદાવાદમાં આ કામગીરી લગભગ શુન્ય છે!

સરકાર દ્વારા ઘરે ઘરે આરોગ્ય સર્વે કરવાની સૂચના

સામાન્ય વાઈરલ તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તથા કોરોના પ્રભાવિત દર્દીઓમાં તેની ગણતરી ન થાય તે માટે સરકાર દ્વારા ઘરે ઘરે આરોગ્ય સર્વે કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં પણ મ્યુ.કોર્પોરેશન દ્વારા આવો સર્વે કરવાની જાહેરાત ચાર-પાંચ દિવસ અગાઉ કરાઈ હતી. પરંતુ આજની સ્થિતિએ લોકોમાંથી બહાર આવતી ફરિયાદો અનુસાર મોટાભાગના વિસ્તારો સુધી આરોગ્ય ટીમો પહોંચી જ નથી! સર્વે કરવાની વાત તો દૂર રહી બિમારી અંગેની સામાન્ય પુછપરછ પણ કોઈએ કરી નથી. શહેરમાં શાકભાજીની લારી ચલાવવાની વ્યવસ્થા કરતા આ બાબત વધારે મહત્વની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ, જામનગર, ભાવનગર, મહેસાણા, વલસાડ જેવા છેવાડાના જિલ્લાઓમાં ગામડાઓ સુધી દરરોજ આવો સર્વે થઈ રહ્યો છે. વિવિધ વિભાગના આરોગ્ય કર્મચારીઓ સાથે આંગણવાડી અને આશા વર્કર બહેનો ઘરે ઘરે ફરી વાઈરલ ઈન્ફેક્શનવાળા દર્દીઓને સારવાર માટે મોકલી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન શું સારા ચોઘડિયા કે મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે? આરોગ્ય વિભાગ એવો દાવો કરી રહ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં પ,૬પ,૮૩,૭૭૪ લોકોના આરોગ્યની તપાસ થઈ ચૂકી છે. તો પછી અમદાવાદમાં લગભગ વિસ્તારના લોકોએ પોતાના ઘરે તો ઠીક માર્ગો પર પણ કેમ આરોગ્ય ટીમ જોઈ નથી? તેવા અનેક સવાલો ખડા થયા છે.

કોરોના પ્રભાવિત દર્દીઓની ઓળખ માટે આવો સર્વે જરૂરી

કોરોના વાઈરસનો મોટો ડર લોકોના મનમાં બેસી ગયો છે. દવાખાનામાં સારવાર લેતા દર્દીઓ પણ નાસી જતા હોવાના બનાવો પણ બન્યા છે. પોતાને કોરોનાના દર્દી તરીકે લઈ ન જાય તે માટે  સામાન્ય વાઈરલ બિમારી લોકો છુપાવીને રાખવા માંડયા છે. તેવી સ્થિતિ વચ્ચે ઘરે ઘરે ફરીને આવો આરોગ્ય સર્વે થવો જરૂરી છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા પણ વધી રહી છે. બીજી તરફ અમેરિકામાં જેવી રીતે દરેક દર્દીઓનો કોરોના વાઈરસનો ટેસ્ટ થયો છે, તેવી રીતે અહી આ સર્વે મહત્વનો સાબિત થાય તેમ છે. જેથી કરી કોરોના પ્રભાવિત દર્દી વધુ લોકોના સં૫ર્કમાં આવે તે પહેલા જ તેને યોગ્ય સારવાર માટે મોકલી શકાય.

અમદાવાદમાં 16 હજાર ઘરોમાં સર્વે કરાયાનો મ્યુનિ.તંત્રનો દાવો

અમદાવાદ શહેરમાં આજે રવિવારથી સોસાયટીઓ અને ફ્લેટોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો દાવો મ્યુનિ.આરોગ્ય ખાતાએ કર્યો છે. અધિકારીઓના દાવા મુજબ સર્વેના પ્રથમ દિવસે ૧૬,૦૦૦ ઘરોમાં સર્વે પૂર્ણ કરાયો હતો. જેમાં ૩૯૦ કર્મચારીઓની ૧૩૯ ટીમો દ્વારા આ કામગીરી આરંભાઇ છે.નોંધપાત્ર છેકે અમદાવાદમાં ૧૬.૨૧ લાખથી વધુ ઘરો આવેલા છે. તો આ સર્વેની કામગીરી કર્યારે પૂર્ણ થશે તે  એક પ્રશ્ન છે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV