GSTV

વેપારીઓ સુધરી ગયા કે અધિકારીઓ બગડી ગયા : 5500 ખાદ્ય પદાર્થોના નમૂનામાથી આઠ જ વાંધાજનક સાબિત થયા

અમદાવાદ મહાનગરપાલિકા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લે છે. પરંતુ આ કામગીરી માત્ર નામની જ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા ત્રણ વર્ષમાં 5000 થી વધુ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. તેમાંથી માત્ર આઠ નમૂના જ પરિક્ષણમા વાંધાજનક સાબિત થયા છે. ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

આ કેવી કાર્યવાહી?

  • ૫,૫૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા
  • પરીક્ષણમાં માત્ર ૮ સેમ્પલ વાંધાજનક સાબિત થયા
  • વર્ષ ૨૦૧૭માં ૧,૭૪૯ નમૂલા લીધા હતાં, જેમાં પાંચ સેમ્પલ અનસેફ જાહેર કરાયા
  • વર્ષ ૨૦૧૮માં ૨,૧૦૨ નમૂના લીધાં તેમાંથી માત્ર એક જ સેમ્પલ અનસેફ જાહેર કરાયું
  • વર્ષ ૨૦૧૯માં ૧,૭૩૯ નમૂનામાંથી માત્ર બે નમૂના વાંધાજનક જાહેર કરાયા

થોડા દિવસ પહેલા ગોપી સ્વીટ માર્ટનો વીડિયો વાયરલ થયો હતો. શૌચાલય પાસે તેમજ ગંદકીમા રસ મલાઈ બનાવવામાં આવતી હતી. અગાઉ ઓનેસ્ટ, સંકલ્પ વગેરે જગ્યાએ ખોરાકમાંથી જીવાત મળવાની ફરિયાદ ઉઠી હતી. આમ એક તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે તો બીજી તરફ તંત્ર માત્ર દેખાડો કરવા સેમ્પલ લઇ સંતોષ માની રહ્યું છે. આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના તો લે છે. પરંતુ મોટા ભાગના બધા સેમ્પલ પાસ થઈ જાય છે. આવા સેમ્પલ પાસ થઈ જાય છે કે પાસ કરી દેવામાં આવે છે તે એક પ્રશ્ન છે.

કેમકે છેલ્લા ત્રણ વર્ષ ૫૫૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના પરીક્ષણમાં માત્ર આઠ સેમ્પલ વાંધાજનક સાબિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમા તંત્રએ કરેલી કામગીરી પર નજર કરીએ તો. 2017માં 1749 નમૂલા લીધા હતા. જેમાં પાંચ સેમ્પલ અનસેફ જાહેર કરાયા હતા. તો વર્ષ 2018માં 2102 નમૂના લીધાં તેમાંથી માત્ર એક જ સેમ્પલ અનસેફ જાહેર કરાયું તો 2019માં 1739 નમૂનામાંતી માત્ર બે નમૂના વાંધાજનક જાહેર કરાયા હતા. કોર્પોરેશનની કામગીરી સામે મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા સૂરેન્દ્ર બક્ષીએ આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા.

ફુડ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થાય તો પાંચ લાખ, મીસ બ્રાન્ડ નીકળે તો ત્રણ લાખ અને અનસેફ નીકળે તો છ માસની કેદથી લઇ આકરા દંડની જોગવાઇ છે. અમદાવાદ શહેરમાં 65 લાખની વસ્તી સામે 18 ફુડ ઇન્સપેક્ટર છે. આમ ઓછો સ્ટાફ હોવાને કારણે કામગીરી બરોબર થતી નથી. જો 91 ટકા સેમ્પલ પાસ થઈ જતા હોય તો તેનો અર્થ એ થાય કે વેપારીઓ સુધરી ગયા. જો વેપારીઓ સુધરી ગયા હોય તો અવારનવાર ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળે, ગંદકીમાં ખાદ્ય સામગ્રી બને તેવા વીડિયો વાયરલ થાય છે તે શું બતાવે છે. ત્યારે તંત્રની કામગીરી સામે ભ્રષ્ટાચારની આંગળી જરૂર ચીંધાય.

READ ALSO

Related posts

બળાત્કારના આરોપી તરીકે પુરવાર થનારને નપુંસક બનાવી દેવાશે, ભારતનો પડોશી દેશ ઘડી રહ્યો છે કાયદો

Karan

મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવીના માલિકોને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદીમાં મૂકયા, 1400 પાનાની ચાર્જશીટ કરાઈ

Karan

અમદાવાદ/ ડેપ્યુટી સીએમ નવી કિડની હોસ્પિટલ પહોંચ્યા, કામગીરીની સમીક્ષા માટે લીધી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!