GSTV

છેલ્લા એક વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યા છે સ્માર્ટ સીટી અમદાવાદમાં આવેલ દરિયાપુરના લોકો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરાતી મંથરગતીની કામગીરીને કારણે દરીયાપુર વોર્ડમા આવેલ નવા તળીયાની પોળના લોકો એક વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડ્રેનજ ઓવરફ્લોની સમસ્યા નીવારવા માટે ગત જાન્યુઆરી માસમા પોળમાં ડ્રેનજ લાઇન બદલાવાની કામગીરી હાથ ધરવામા આવી. લોકડાઉન બાદ ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામા આવી તો ખાડા પુરવા આવેલા મશીનોએ પાણી અને ડ્રેનેજ લાઇન તોડી નાંખતા તેની મરામત કરવાની ફરજ પડી જેમા સમય વીત્યો.

ખાડા તો પુરાઇ ગયા છે પણ બે મહિનાથી રોડનુ કામ હજુ બાકી છે. બે મહિના થવા છતા રોડની કામગીરી કરવામા આવી નથી. આમ છેલ્લા એક વર્ષથી પોળના રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનીક કોર્પોરેટર દ્વારા અવાર નવાર રજુઆત કરવામા આવી છે પરંતુ તંત્ર કામગીરીમા ઢીલાશ દાખવી રહ્યુ હોવાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો છે.

READ ALSO

Related posts

ભાવનગરમાં નોંધાયો પહેલો બર્ડફલુનો પોઝિટિવ કેસ, પશુપાલન વિભાગ એક્શનમાં

Pritesh Mehta

સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

Pritesh Mehta

છેલ્લા 5 મહિનામાં 32 રિપોર્ટ છતાં કોરોના પોઝીટીવ છે મહિલાઃ 45 લિટર ઉકાળા પીધા પછીયે ન પડ્યો ફેર, ડોક્ટરો માટે બન્યો કોયડો

Karan
Do NOT follow this link or you will be banned from the site!