GSTV

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

વિકાસની હરણફાળ ભરતા અમદાવાદને ભલે મેટ્રો સીટી બની ગયુ હોય, તે સ્વચ્છતા માટેના એવોર્ડથી સન્માનિત થયુ હોય. પરંતુ શહેરના રસ્તે હજુ પણ ગાયોનું સામ્રાજ્ય જોવા મળતુ હોય છે. રસ્તે રખડતી ગાયોની સમસ્યા દુર કરવા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ભલે ડ્રાઈવ ચલાવવાની વાત કરી પરંતુ હજુ પણ રસ્તે રખડતી ગાયો જોવા મળે છે..

  • રસ્તે રખડતી ગાયો બની રહી છે પરેશાનીનું કારણ
  • કયારેક રાહદારીઓને ઈજા તો ક્યારેક સર્જે છે ટ્રાફિક જામ

મેટ્રો સીટી તરીકે ખ્યાતિ પામતા અમદાવાદમાં હજુ પણ રસ્તા પરથી અકસ્માતોનું કારણ બનતી ગાયોથી પરેશાન છે. હાઇકોર્ટે પણ આ મુદ્દાને ગંભીર ગણી અનેકવાર તંત્રની સામે લાંલ આખ કરી છે. કોર્પોરેશને એવી ખાતરી આપી હતી કે એક વર્ષમાં રખડતી ગાયોની સમસ્યા દૂર થઈ જશે પણ તેનું પાલન થયું નથી. રસ્તા પર બેસેલી ગાયો વાહનચાલકો માટે પરેશાનીનું ઘર બને છે. તો સાથે જ ક્યારેક રાહદારીઓને ઈજાપણ પહોંચાડે છે. અને ગાયોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ હવે સામાન્ય છે.

ગાયમાં આરએફડીઆઈ લગાવવામાં નિરસતા!

  • વર્ષ ૨૦૨૦માં ગાયોમાં ચીપ લગાવવાની કામગીરી પૂર્ણ કરવાનું હતું આયોજન
  • અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૫૦ હજાર પશુપાલકોની નાંધણી
  • માત્ર ૨૮ હજાર પશુઓમાં ચીપ લગાવવાની કામગીરી
  • વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધી ૧૭,૦૧૨ ગાયો પકડવામાં આવી
  • વર્ષ ૨૦૧૯માં ૧૮,૨૦૦ ગાયો પકડવામાં આવી

રસ્તે રખડતી ગાયોના માલિકની ઓળખ થાય તેની સરળથા માટે ગાયોને આરએફડીઆઈ ચીપ લગાવવાનો નિર્ણય કરાયો હતો..જોકે આ કામમાં તંત્ર ગોકળગતિએ કરતુ હોય તેમ દેખાય છે… 2020 સુધીમાં આ કામગીરી પુર્ણ કરવાની હતી પરંતુ તે પુર્ણ થઇ શકે તેમ નથી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 50 હજાર પશુપાલકો ની નોધણી કરવામા આવી છે ..તો શહેરમાં આશરે 70 હજાર પશુઓ હોવાનું અનુમાન છે. પરતુ તેમાથી માત્ર 28 હજાર જેટલા પશુઓમા ચીપ લગાવામા આવી છે.એટલેકે હજુ મોટા પાયે ચીપ લગાવાનુ કાર્ય બાકી છે…અને હવે કોરોનાનું બહાનુ ધરી દેવાયુ છે. ગાય પકડવાની કામગીરીની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં અત્યાર સુધી 17, 012 જ્યારે વર્ષ 2019માં 18200 ગાયો પકડવામા આવી હતી .થોડા સમય પહેલા જ ઢોરવાડામાથી પશુઓ પણ ગાયબ થવાની ફરીયાદ ઉઠી હતી. તો આમ પણ ગાયો છોડાવાના મુદે ભ્રષ્યાચારના આક્ષેપ થતા રહે છે. પણ જો તંત્ર તેની કામગીરી કરતુ હોય તો રસ્તા પર ગાયો શા માટે રખડતી જોવા મળે છે તે સવાલ શહેરીજનો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

બોલીવૂડ ડ્રગ્સકાંડમાં પીએમઓ રાખી રહ્યું છે સીધી નજર, સરકારના ખાસ અધિકારીને મોકલ્યા મુંબઈ

Karan

પૈસાને થૂક લગાવીને ગણવા લક્ષ્મી હાનિના છે સંકેત, આ સંકેત જણાવશે કેવો છે તમારો આવનારો સમય

Bansari

આ મેં મારી જીંદગીમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્ડિંગ, આ ફિલ્ડરની ફિલ્ડિંગ જોઈને સચિને આપ્યો આ પ્રતિભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!