GSTV
Home » News » વરસાદ પહેલા ભુવાઓની એન્ટ્રી, તંત્ર નિરશ, કરોડોના કૌભાંડની આશંકા

વરસાદ પહેલા ભુવાઓની એન્ટ્રી, તંત્ર નિરશ, કરોડોના કૌભાંડની આશંકા

અમદાવાદ મહાનગરપાલિકાની બલિહારીને પગલે દર વર્ષે મોટી રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાને બદલે શહેરમાં પડેલા ભુવાને પુરવામાં ખર્ચાઇ જાય છે. દર વર્ષે લાખો રુપિયા ભુવા રિપેર કરવામાં માટે વપરાય છે.

અમદાવાદ મહાનગર પાલિકા રોડ-રસ્તા બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. મનપાના ઇજનેર વિભાગ દ્વારા કરાતી કામગીરી પાછળ પણ મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે. જો કે નવાઇની વાત એ છે કે મસમોટો ખર્ચ કરવા છતાં શહેરમાં ભુવા પડે છે. જમીન બેસી જાય છે. આવા ભુવા પુરવા માટે ફરી નાણાનો ધૂમાડો કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનની મિલિભગતને કારણે આ ભુવા પડી રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

થોડા વર્ષ પહેલા મીઠાખળી ગરનાળામાં મેગા ભુવો પડ્યો હતો. જેને પુરવા માટે લગભગ 11 લાખ જેટલો જંગી ખર્ચ કરાયો હતો. તો માનસી ચાર રસ્તા પાસે પણ મોટો ભુવો પડ્યો હતો તેને રીપેર કરવા ત્રણ લાખ જેટલો ખર્ચ કરાયો હતો.

મહત્વનું છે કે આપણે જેને ભુવા ગણીએ છીએ તે બધાને તંત્ર ભુવા ગણતુ જ નથી. કેટલાક ભુવાને જમીન બેસી ગઇ હોવાનું કહે છે. નાના-નાના ખાડાઓની ભુવામા ગણતરી થતી નથી. મોટો ખાડો પડે તેને જ તંત્ર ભુવો ગણે છે.

જો છેલ્લા કેટલાક વર્ષોમાં પડેલા મોટા ભુવાની વાત કરીએ તો. 2013માં કુલ 38 મોટા ભુવા પડ્યા હતા. તો 2014માં ભુવાની સંખ્યા 52 હતી. 2015માં 50 જેટલા ભુવા પડ્યા હતા. તો 2016માં 45 ભુવા પડ્યા હતા. તો ગત વર્ષે એટલે કે 2017માં કુલ 55 ભુવા પડ્યા હતા.

ભુવાના રિપેરીંગ પાછળ દર વર્ષ લાખોનો ધુમાડો થાય છે. તો ભુવાને કારણે ટ્રાફીકજામ થતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભુવા પડી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શા માટે તંત્ર આ અંગે જરૂરી કાર્યવાહી કરતું નથી.

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!