GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ઓઢવમાં બે બ્લોક ધરાશાયી થવા પાછળ અા તંત્રની છે ઘોર બેદરકારી

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગરીબ આવાસના બે બ્લોક ધરાશાયી થયાં તેની પાછળ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જર્જરીત ઈમારત પડવા જેવી થઈ ત્યારે તંત્રએ પોતાને બચાવવા માટે એક બાજુ મકાનો ખાલી કરવા નોટિસો આપી અને નોટિસ આપવાની ગણતરીના કલાકોમાં જ મકાનો ખાલી કરાવ્યા અને સંતોષ માન્યો પણ બાદમાં તકેદારી ન રાખી અને એક-બે પરિવારના કેટલાક સભ્યો તેમનો સામાન લેવા પાછા ગયા ત્યારે આ ઈમારત ધરાશાયી થઈ ગઈ.

અમદાવાદના ઓઢવમાં ગરીબ આવાસ યોજનાનાની વાત કરીએ તો આ ઈમારત 19 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી. 19 વર્ષમાં જ આ ઈમારત જર્જરીત બની ગઈ હતી. સ્થાનિકોએ આ મામલે કોર્પોરેશન તંત્રથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રએ આ ઈમારતનું સમારકામ કરવામાં આળસ રાખી અને પડે તેની રાહ જોઈ રહ્યા હતા. અંતે ઈમારત પડી જ્યારે લાગ્યું કે હવે આ ઈમારત પડવા જેવી થઈ છે. ત્યારે કોર્પોરેશને તાબડતોબ મકાનો ખાલી કરવા નોટિસો આપી અને તાત્કાલીક મકાનો ખાલી કરાવ્યા. મેયર બિજલબેને જણાવ્યું કે શનિવારે નોટિસ આપીને તમામ મકાનો ખાલી કરાવાયા હતા. સિક્યુરિટી મુકવામાં આવી હતી તેમ છતાં બે પરિવાર આવ્યાં હતાં અને તે પરિવારના લોકો ફસાયેલા હોઈ શકે છે. તિરાડો પડી હતી તે મકાનો માલિકોને નોટિસ આપીને ખાલી કરાવાયા હતા.

સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો કે કોર્પોરેશને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર રવિવારે બપોરે 4.30 વાગ્યે નોટિસ આપી અને નોટીસ આપ્યાના 3 કલાકમાં જ બિંલ્ડીગ ધરાશાયી થઈ. કેટલાક લોકો તેમનો સામાન લેવા ફરીથી અંદર ગયા. પરંતુ તેઓ બહાર નીકળે તે પહેલા જ ઈમારત ધરાશાયી થઈ ગઈ.

કોંગ્રેસે 19 જ વર્ષમાં આવી બિલ્ડીંગ પડી જાય તો અન્ય આવાસ યોજનાનાની ઈમારતોની ગુણવત્તા સામે પણ સવાલ કર્યા. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ સત્તાધીશોની બેદરકારીનો આક્ષેપ કર્યો.

છેલ્લા કેટલાક સમયથી આ ઈમારત જર્જરીત હતી. સ્થાનિક કોર્પોરેટર સહિત ગાંધીનગર સુધી રજૂઆત થઈ હતી. પણ સમારકામ માટે કોઈ કાર્યવાહી કરાઈ નહીં. ઈમારત જોખમી બનતાં તેને ખાલી કરવાની કામગીરી કરવામાં આવી. પણ જો આ ઈમારતનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આટલી મોટી ઘટના ન બની શકી હોત.

Related posts

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva

સુરતમાં કોરોનાનો કેર જારીઃ નવા 36 દર્દીઓ સાથે કુલ કેસનો આંકડો 1442

Bansari

સુરતથી બિહારની 109 ટ્રેનોમાં 1.75 લાખ શ્રમિકોની વતન વાપસી બાદ ટ્રેન બંધ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!