GSTV

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને બુધવારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પહેલા ટેન્ડર હેઠળ બોલી માટે આમંત્રિત કરી છે. પ્રોજેક્ટમાં આશે 237 કિમીના ખંડ ઉપર 20000 કરોડ રૂપિયાનો ખર્ચે નિર્માણ કાર્ય માટે કંપનીએ બે કંપનીઓ કંસોર્ટિયમ અને લાર્સન એન્ડ ટુર્બોએ બોલી લગાવી છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે NHSRCLકહ્યું છે કે, આ પ્રોજેક્ટનો સૌથી મોટુ ટેન્ડર છે. જે હેઠળ ગુજરાતના વારી અને વડોદરાની વચ્ચે બુલેટ ટ્રેન અલાઈમેન્ટમાં 47 ટકા વિસ્તાર કવર કરવાનો છે. જે હેઠળ આ કોરિડોરમાં 4 સ્ટેશનો વાપી, બિલિમોરા, સૂરત અને ભરૂચનું પણ નિર્માણ કરવામાં આવશે.

આ કંપનીઓએ લગાવી બોલી

NHSRCLએ જણાવ્યું કે, આ પ્રતિસ્પર્ધિ બિડિંગમાં જે ત્રણ બિડર્સે ભાગ લીધો છે. તેમાં કુલ સાત ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓનો સમાવેશ થાય છે. એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈરકોન ઈન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયાએ એક સાથે મળીને બોલી લગાવી છે. આવી જ રીતે એનસીસી, ટાટા પ્રોજેક્ટ, જે કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સે એક સાથે બોલી લગાવી છે. લાર્સન એન્ડ ટૂર્બોએ એકલી બોલી લગાવી છે.

83 ટકા જમીનનું થયું અધિગ્રહણ

આ 237 લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ આવશે. આ સમગ્ર વિસ્તાર ગુજરાતમાં છે. જ્યાં 83 ટકાથ વધારે જમીનનું અધિગ્રહણ થઈ ચુક્યું છે. રેલમંત્રી પીયુષ ગોયલે રાજ્યસભઆમાં જણાવ્યું હતું કે, માર્ચ 2020થી પહેલા ભૂમિ અધિગ્રહણનું કામ પુરી થઈ જવાનું હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કેટલીક મુશ્કેલીઓના કારણે તે શક્ય બન્યું નહીં. આ સમગ્ર પ્રોજેક્ટ 508 કિમીનો છે. જેમાંથી 349 કિમીનો વિસ્તાર ગુજરાતમાં આવે છે.

90 હજારથી વધારે લોકોને રોજગારી

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટના કારણે આશરે 90000 લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રોજગારી મળશે.

Related posts

કોરોના કાળમાં દેશ-વિદેશમાં વધી Kangra Teaની માગ, જાણો શું છે તેનું કારણ

Mansi Patel

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

રાહતના સમાચાર / ગૃહ મંત્રાલયે હવે ભારતમાં દરેકને આવવાની આપી છે છૂટ, માત્ર આ લોકો જ નહીં કરી શકે એન્ટ્રી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!