GSTV
Home » News » અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી રસ્તાઓ ખરાબ, ચોમાસામાં નાગરીકોની મુશ્કેલી વધશે

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી રસ્તાઓ ખરાબ, ચોમાસામાં નાગરીકોની મુશ્કેલી વધશે

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીને કારણે રસ્તાઓ ખરાબ થયા છે. આ રસ્તાની મરામત કરાવાની હાઇકોર્ટે સુચના આપી હોવા છતાં હજુ મેટ્રો રેલ પાસેના રસ્તા એવાને એવા ખરાબ જ છે. જેથી આ રસ્તા જો ચોમાસા પહેલા રીપેર નહીં થાય તો નાગરિકોની મુસીબતમાં ચોક્કસ પણે વધારો થશે.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલની કામગીરી જ્યારથી શરુ થઇ છે, ત્યારથી તેની આસપાસના રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. ખાસ કરીને પૂર્વમાં અમરાઇવાડીથી વસ્ત્રાલ-ગોમતીપુરના રસ્તા ખરાબ છે. ઉબડ-ખાબડ ડીસ્કો રસ્તાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર ફરિયાદ આવે ત્યારે થીંગડા મારી રસ્તા રીપેર કરવામા આવે છે.પણ થોડા દિવસમાં પરિસ્થિતિ પહેલા જેવી થઇ જાય છે. આખરે હાઇકોર્ટમાં રસ્તા અંગે કરેલી પીઆઇએલને કારણે હાઇકોર્ટે મેટ્રો રેલ પાસેના રસ્તા ઝડપી રીપેર કરવા આદેશ આપ્યો હતો. આ વાતને પણ મહિના કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ મરામતની કામગીરી કરવામા આવી નથી. જેથી વાહન ચાલકોની હાલાકી ઓછી થઇ નથી અને આગામી દિવસોમાં ચોમાસુ આવશે અને વરસાદી પાણી ભરાશે ત્યારે લોકોની મુશકેલીમાં ઔર વધારો થશે. ખાસ કરીને ખાડામાં પાણી ભરાઇ જવાથી ખાડા દેખાશે નહીં અને અક્સ્માત થવાનો ભય રહેશે.

આ અંગે કોર્પોરેશનનું કહેવું છે કે મેટ્રોરેલ સતાવાળાને રોડ રીપેર કરવા તાકીદ કરવામાં આવી છે. જો તે મરામતની કામગીરી શરુ નહીં કરે તો કામ અટકાવી દેવા સુધીના પગલા લેવામાં આવશે. મેટ્રોરેલ પાસેના તુટેલા રસ્તા ચોમાસા પહેલા રીપેર થાય છે કે કેમ તે જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો વાહનચાલકો આ ડીસ્કો રસ્તા પરથી પસાર થઇને હૈયા વરાળ કાઢીને કંટાળી ગયા છે.

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!