અમદાવાદ : છેલ્લા 4 વર્ષથી ચલાવતો હતો કોલ સેન્ટર, નાની બહેનને મારી અને આ રીતે ફૂટી ગયો ભાંડો

અમદાવાદના મેઘાણીનગરમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે. મેઘાણીનગરના બંગલા એરિયાની સ્વામી ટેઉરામ સોસાયટીમાંથી દીપક રાઘાણી નામના વ્યક્તિની પોલીસે 84.20 લાખ રોકડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આરોપી વિદેશમાં રહેતા વચેટિયા મારફતે હવાલાથી નાણાં ઉઘરાવતો હતો. યુએસના લોકોને ફોન કરીને પણ છેતરપિંડી આચરતો હોવાનું જાણવા મળ્યું છે. બી.કોમ સુધી ભણેલો આરોપી દીપેશ તેના પરિવાર સાથે ટેઉરામ સોસાયટીમાં રહે છે.

નાની બહેનને ઘર કંકાસને લીધે માર મારતા બહેને ભાંડો ફોડ્યો હતો. પોલીસને બાતમી આપી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આરોપો છેલ્લા 4 વર્ષથી કોલ સેન્ટર ચલાવતો હતો અને રાધાણી મેજીકજેક મારફતે વિદેશી નાગરિકોને છતેરતો અને રૂપિયા કમાતો હતો. પોલીસે જ્યારે ઘરની તપાસ કરતા સૂટકેસમાંથી રોકડ 84 લાખ મળ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોણ સંડોવાયેલું હતું. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter