હવે દુબઇ જેવો મેગા શોપીંગ ફેસ્ટીવલ અમદાવાદમાં, મળશે એક કરોડ સુધીના ઈનામ

અમદાવાદમાં દુબઇ જેવો શોપીંગ ફેસ્ટીવલ યોજાવા જઇ રહ્યો છે. આગામી 16થી17 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ ફેસ્ટીવલમાં ગ્રાહકોને આકર્ષક ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સીટી અમદાવાદમાં નાગરિકોના રોડ ગટર અને પાણીની મુખ્ય સુવિધા આપવામાં ઊણા ઉતરેલા કોર્પોરેશન હવે નવો તાયફો કરવાનું છે. અમદાવાદ કોર્પોરેશન હવે શોપીંગ ફેસ્ટીવલ યોજવા જઇ રહ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમયે અનેક લોકો અમદાવાદ આવતા હોય ત્યારે આ પ્રકારના ફેસ્ટીવલનું આયોજન કરી તેઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટીવલના આયોજન માટે વાઇબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલ ઓર્ગનાઇઝેશન ફેડરેશન નામના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

ઓટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઓઇલ, ગારમેન્ટસ, ફુટવેર જેવા 80 પ્રકારના એસોસીશન આ ફેડરેશન સાથે જોડાયેલા છે. શોપીંગ ફેસ્ટીવલ દરમિયાન શહેરના જાણીતા માર્કેટસ જેવા કે મ્યુનીસિપલ માર્કેટ, ઢાલગરવાડ, રતનપોળ, માણેકચોક વગેરેને સજાવવામાં આવશે.

આ ફેસ્ટવલના વિવિધ પાસા પર નજર કરીએ તો

આ ફેસ્ટીવલમાં નાનામા નાના વેપારી એટેલે કે પાથરણાવાળા પણ જોડાઇ શકે છે. ફેસ્ટીવલમાં સામેલ થવા માંગતા વેપારીએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આમાટે -એક એપ પણ તૈયાર કરવામાં આવી છે. જેમા ગ્રાહકો અને વેપારીઓએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ગ્રાહકને જે કોઇ વસ્તુની જરૂર હશે તે સર્ચ કરશે. ફેસ્ટીવલમાં સામેલ દુકાનોમાંથી મનપસંદ દુકાનમાંથી ખરીદી કરી શકશે. આ ફેસ્ટીવલ દરમિયાન વેપારીઓ ખાસ ડીસ્કાઉન્ટ રાખશે જેનો લાભ ગ્રાહકોને મળશે. આ ઉપરાંત લકી ડ્રોની કુપન આપવામાં આવશે. જેમાં એક કરોડ રૂપિયા સુધીના ઇનામો જીતવાની તક મળશે. મહિલાઓને પ્રોત્સાહન આપવા રીવરફ્રન્ટ ખાતે ખાસ બજારનું આયોજન કરવામાં આવશે. રાત્રિ દરમિયાન પણ શોપીંગ થઇ શકે તે માટે રાતે 1 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવામા આવશે.

શોપીંગ ફેસ્ટીવલમાં ડીસ્કાઉન્ટ ઉપરાંત ખાણી-પીણી આર્ટ, ફીલ્મોત્સવ, લાઇવ મ્યુઝીક પર્ફોમન્સ, જેવા વિવિધ આકર્ષણો પણ જોવા મળશે. ત્યારે દુબઇની જેમ યોજવામાં આવનાર આ ફેસ્ટીવલ લોકોને આકર્ષી શકે છે કે કેમ તે જોવાનું મહત્વનું બની રહેશે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter