GSTV
Ahmedabad Trending ગુજરાત

તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત

મટકીફોડ

અમદાવાદમાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના ઘટી છે. જન્માષ્ટમી પર્વ પર અમદાવાદના દરિયાપુરમાં આવેલી હનુમાન વાળી પોળમાં મટકીફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે એક એવી દુર્ઘટના ઘટી જેના કારણે આ તહેવાર માતમમાં ફેરવાઇ ગયો. ચબૂતરા પર બાંધેલો તાર ચબૂતરા સાથે તૂટી પડતા યુવક નીચે પટકાયો. યુવક નીચે પટકાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. જો કે આ દુર્ઘટના બાદ યુવકનું ઘટના સ્થળે મોત થયુ. ત્યારે મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો.

મટકીફોડ

વડોદરામાં પણ બે ગોવિંદા નીચે પટકાતા ઘાયલ થયા

વડોદરામાં જન્માષ્ટમી પર્વ પર કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં દુર્ઘટના ઘટી છે. મટકી ફોડતા સમયે બે ગોવિંદા નીચે પટકાયા હતા. એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. આ ઘટનામાં કુલ બે ગોવિંદા ઇજાગ્રસ્ત થયા છે. કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં આ ઘટના બનતા પાલિકાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.

Read Also

Related posts

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu
GSTV