GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

લગ્નસરા

લગ્નસરાની સિઝન આવતા સોની બજારના વેપારીઓને ઘી કેળા હોય છે પરંતુ ફરી કોરોનાના કેસો વધતા લગ્નસરાની સિઝનને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સૌથી વધુ કમાણી સોના ચાંદીના વેપારીઓને લગ્નસરાની સીઝનમાં થતી હોય છે. આ સીઝનમાં જાણે વેપારીઓને કમાણીમાં વધુ એકવાર કોરોનાં નડ્યો છે. કોરોનાના કેસો વધતા સરકારે 400 લોકોની જગ્યાએ 150 લોકોની જ લગ્ન પ્રસંગમાં છૂટ આપી છે. આ ગાઈડલાઈનના કારણે સોની બજારમાં કમાવવાની સીઝનમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.

લગ્નસરા

લગ્નસરાની સિઝન ઝવેરીઓ માટે ખાસ હોય છે પરંતુ આ વર્ષે કોરાનાની ગાઈડલાઇનને કારણે ઝવેરીઓ મુશકલીઓમાં મુકાયા છે. કોરોનાના કારણે પરિવારોએ કરાવેલું દાગીનાનું બુકિંગ પણ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં સોનાની ખરીદીમાં મંદી આવી ગઈ છે. લગ્નસરાની સિઝનમાં બેન્ડ બાજા, મહેંદી ડેકોરેશન સાથે સંકળાયેલા લોકો તૈયારીઓમાં મશગુલ છે. પરંતુ જવેલર્સમાં ગ્રાહકોની પાંખી હાજરી દેખાઈ રહી છે. જેની પાછળનું કારણ કોરોનાની ગાઇડલાઇન છે.

અમદાવાદમાં સોનીની દુકાનમાં હાલ સોંપો પડી ગયો છે જેની સોની વેપારી પરેશાન છે. નવેમ્બર ડિસેમ્બરની સિઝનમાં એડવાન્સ બુકિંગ કરાવી લેવામાં આવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી લગ્ન હોવાથી લોકોએ નક્કી કર્યું હતું કે કર્મૂરતા પછી સોનાની ખરીદી કરીશું. એવામાં સરકારની ગાઈડલાઇનને કારણે એડવાન્સ બુકિંગ ઓર્ડર પર અસર પડી છે.

સોનુ

જવેલર્સને ત્યાં ફેબ્રુઆરીને લઇને ઘણા એડવાન્સ બુકિંગ હતા. પરંતુ ઘણા લોકોના રિસેપ્શન કેન્સલ થઈ ગયા છે. જ્યારે સોનાની વાત કરીએ તો લોકો જરૂર પૂરતું અને રીતિ રિવાજ હોય એટલું દીકરી અને દીકરાને આપી રહ્યા છે. જેના લગ્ન હોલ્ટ પર રહ્યા છે એના દાગીના પણ હમણાં ઘડાવીને પેમેન્ટ હોલ્ટ પર રાખ્યું છે. ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરી લીધું છે. સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વર્ગ પણ અમદાવાદમાં છે જ્યારે હાથ પર રોકડ રહેવી જોઈએ એવું વિચારનાર વર્ગ પણ અમદાવાદમાં છે. આવામાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે લગ્નની ખરીદીમાં જ્વેલર્સને કરોડોનું નુકસાન હોવાનું સામે આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV