GSTV

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

નવરાત્રિમાં માત્ર શેરી ગરબાને મંજૂરી મળતા તેની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજારમા જોવા મળી રહી છે. બજારમાં નહીવત ઘરાકી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમા આવેલ ડબગરવાડ મ્યુઝિકલ સાધનોની ખરીદી માટે જાણીતુ છે. ડબગર સમાજના લોકો અહીં વસે છે અને પરંપરાગત રીતે ઢોલ-ત્રાસા-મંજીરા–વાયોલીન હાર્મોનીયમ વગેરે જેવા સંગીતના સાધનો બનાવે છે.

મંજૂરી

સાધનો બનાવાની સાથે રીપેરીંગની કામગીરી પણ અહીં કરવામા આવે છે. 40થી વધુ વેપારીઓ અહીં વેપાર કરે છે. અહીંના વેપારીઓ પેઢી દર પેઢીથી આ વ્યવસાય કરે છે. ગુજરાતના વિવિધ શહેરમાંથી અહી વેપારીઓ સાધનો ખરીદવા આવે છે. નવરાત્રી ડબગરવાડના વેપારીઓ માટે સીઝન ગણવામા આવે છે કહી શકાય કે વર્ષની મોટાભાગની કમાણી નવરાત્રી સમયે કરાતી હોય છે.

વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષ તો નવરાત્રીને મંજુરી મળી ન હોવાથી ઘરાકી નીકળી ન હતી. આ વર્ષે સરકારે માત્ર શેરી ગરબાને છુટ આપી છે ત્યારે પાંચ ટકા જેવી ધરાકી જોવા મળે છે. હજુ નવરાત્રીને થોડા દિવસ બાકી છે ત્યારે થોડી વધુ ઘરાકી નીકળે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana

હોમગાર્ડ ભરતી 2021/ ધોરણ 10 પાસ યુવકો માટે ગુજરાતમાં નિકળી 6725 પદ પર હોમગાર્ડની ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!