GSTV

ફેસબુક પર મિત્રતા કેળવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના યુવકે આચર્યુ દુષ્કર્મ

યુવતી

અડાજણ વિસ્તારની પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા. પરંતુ પોતે પરિણીત હોવાનું છુપાવનાર અમદાવાદના યુવાનના આડાસંબંધની જાણ તેની પત્નીને થઇ જતા અંગત પળોના ફોટા પરિણીતાના પતિને મોકલી આપતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી બે સંતાનની 34 વર્ષીય માતા રીટા (નામ બદલ્યું છે) પર બે વર્ષ અગાઉ અધ્યાય પ્રવિણ સોની (ઉ.વ. 36 રહે. 23, જવાહર નગર, સુષ્મીતા એપાર્ટમેન્ટ, મહેતા રેસ્ટોરન્ટ નજીક, પાલડી-વાસણા, અમદાવાદ) એ ફેસબુક પર ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલાવી હતી અને મેસેન્જર પર હાય નો મેસેજ કર્યો હતો. પરંતુ રીટાએ રિપ્લાય આપ્યો ન હતો તેમ છતા અધ્યાય વારંવાર મેસેજ કરતો હતો.

ફોટા

દરમ્યાનમાં લોક્ડાઉન અંતર્ગત રીતુ અને તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા રીટાએ અધ્યાય સાથે મેસેનજર પર વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું અને બંન્ને જણાએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. વાતચીત દરમ્યાન અધ્યાયે પોતે કુંવારો છે એમ કહી રીટાને લગ્ન કરવાની લાલચ આપી સુરત મળવા આવ્યો હતો અને અલથાણની ઉત્સવ બેંકવેટ મેસીમો બિલ્ડીંગની હોટલમાં રોકાયા હતા બંન્ને વચ્ચે એક જ દિવસમાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બંધાયો હતો. આ દરમ્યાન અધ્યાયે બંન્ને વચ્ચેના અંગત પળોના ફોટા મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા. અધ્યાયના પરસ્ત્રી સાથેના આડા સંબંધની ગંધ તેની પત્નીને આવી જતા મોબાઇલમાં ક્લીક કરેલા ફોટા રીટાના પતિને મોકલી આપ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાશ અંતર્ગત રીટાના પરપુરૂષ સાથેના અંગત પળોના ફોટા જોઇ પતિ ચોંકી ગયો હતો અને રીટાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી રીટાએ અધ્યાય વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અધ્યાયની પત્નીએ રીટા પાસેથી જ પતિનો નંબર મેળવી ફોટા મોકલાવ્યા

રીટા સાથે શરીર સંબંધ બાંધનાર અધ્યાયે પત્નીને પોતાના પરસ્ત્રી સાથેના સંબંધનો એકરાર કર્યો હતો. જેથી હચમચી જનાર અધ્યાયની પત્નીએ રીટાને ફોન કરી પોતે સ્કૂલમાંથી બોલે છે અને છોકરાઓની ફી માટે વાત કરવી છે એમ કહી તેના પતિનો મોબાઇલ નંબર મેળવ્યા હતો. ત્યાર બાદ અધ્યાયની પત્નીએ રીતુના પતિ સાથે વાતચીત કરતા રીતુના બિભત્સ ફોટા મોકલી આપતા પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને રીતુને ઘરમાંથી કાઢી મુકી હતી.

Read Also

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!