GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

ધાબા પર એકલી સૂઈ રહેલી સગીરાના ગાદલામાં સૂઈ ગયો પડોશી, કરી એવી હરકતો કે…

Video

અમદાવાદમાં વરસાદી માહોલની વચ્ચે પણ કાળઝાળ ગરમીમાં હાલમાં લોકો ધાબા પર સૂવાનું સૌથી વધારે પસંદ કરે છે. ગરમીની સિઝનમાં ટેરેસ અમદાવાદમાં ભરાયેલા જ હોય છે. આ સમયે એક કપાતરે એવું કામ કર્યું છે કે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આવો જ એક બનાવ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

બાજુ આવી ને સુઈ ગયો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો

આ અંગેની વિગતો એવી છે કે, હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે ગીતા મંદિર બસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક પરિવાર હાલમાં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. સવાર સવારમાં મહિલા ઘરનું કામ હોવાથી વહેલી સવારમાં નીચે ઉતરી જતી હતી અને દિકરી એકલી ધાબા પર સૂઈ રહેતી હતી. આ તકનો લાભ ઉઠાવી પડોશમાં રહેતો યુવાન તેમની સગીર દીકરીની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. જોકે, આ મામલે સગીરાએ માતાને જણાવી દેતાં માતાએ આ નરાધમને બોલાવીને ફરી આવું ન કરવા માટે ઠપકો પણ આપ્યો હતો.

પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી

31મીના રોજ ફરી તેઓ રાતે ધાબા પર ઊંઘવા માટે જતાં આ યુવાન પણ તેની માતાની સાથે ધાબા પર આવ્યો હતો. જેથી સગીરાની માતાએ આ બાબતે યુવાનની માતાને આ બાબતે જાણ કરી ઠપકો આપવાનું સમજાતાં ઉશ્કેરાયેલી મહિલાએ ચોર કોટવાળને દાટેની જેમ ઉલટાની સગીરાની માતા સાથે ચડભડ કરી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

Read Also

Related posts

આફતને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી : ઉકાળો પીવાથી કંટાળ્યા હોય તો અજમાવો આ ઇમ્યુનિટી વધારતો કોલ્ડ શેક

Nilesh Jethva

કોરોનાકાળમાં વાપી એસટી વિભાગની આવકને લાગ્યું ગ્રહણ, માત્ર આટલી થાય છે રોજની આવક

Nilesh Jethva

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!