GSTV
Ahmedabad Trending ગુજરાત

વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!

ભૂવા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ મોટા-મોટા દાવા કરે છે. પરંતુ ચોમાસાની શરૂઆત થતા જ દાવાઓનો પરપોટો ફૂટી જાય છે. ચોમાસાની શરૂઆત થતા જ અમદાવાદ નગરી ભૂવાનગરી બની જાય છે. ત્યારે અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં એક વાહનચાલક અચાનક ભૂવામાં ખાબક્યો હતો. ચમત્કારિક રીતે વાહનચાલકનો બચાવ થયો હતો.

ભૂવા

અમદાવાદમાં ભૂવા પડવા કોઈ નવાઇની વાત નથી. ચોમાસાની ઋતુમાં શહેરમાં ઠેરઠેર ભૂવા પડ્તા હોય છે. જ્યારે તેના કારણે નાનું-મોટું નુકશાન પણ થતું હોય છે. છતાય AMC તંત્ર તેનાથી બોધપાઠ લેતુ નથી. ત્યારે અમદાવાદના મકતમપુરા વોર્ડમાંથી એક વાહનચાલક રસ્તા પરથી પસાર થાય છે કે અચાનક ભૂવો પડે છે અને તેને કાંઈ સમજણ પડે તેના પહેલા જ વાહન સાથે તે ભૂવામાં ખાબકી જાય છે. જોકે સદનસીબે વાહનચાલકોનો બચાવ થાય છે. સદનસીબે સ્થાનિક લોકોએ રસ્સો ફેંકીને યુવકને બચાવી લીધો હતો.

ભૂવા

મક્તમપુરાના મિન્હાજ પાર્ક સામે મેઈન ડ્રેનેજ લાઇન લીકેજ થતાં 20થી 30 ફૂટનો ભૂવો પડી ગયો છે. આ ભુવાને લઇ લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પર બેદરકારીનો આરોપ મુક્યો હતો. રસ્તા પર પડેલા ભુવા મામલે યોગ્ય કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV