અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા 142 કોર્પોરેટર્સની એજન્ડા બેઠક યોજાઇ હતી. જેમાં 2 કોર્પોરેટરોએ રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે.
ચાંદલોડિયાના કુસુમબેન જોશી અને ચાંદખેડાના જયંતિ જાદવે પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થવાના કારણે રાજીનામું ધરી દેવાની ચિમકી આપી છે.
કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાના જ કોર્પોરેટરોના કામ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે અને અધિકારીઓ સામે વિવિધ કમિટીના ચેરમેનોનું કંઇ ઉપજતું નથી. પરિણામે હવે કોર્પોરેટરોમાં કોલ્ડ વોર શરૂ થઇ છે.