GSTV
Home » News » બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Ahmedabad West seat

હવે વાત કરીએ ભાજપના અજેય ગઢ અમદાવાદની તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે ફરી એક વખત તેમના હાલના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે તેમના અનુભવી નેતા રાજુ પરમાર પર દાવ ખેલ્યો છે.

RAJU PARMAR

એસસી સમુદાય માટે અનામત અને ભાજપના અજેય ગઢ સમાન અમદાવાદ પશ્ચિમ બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જામશે. ભાજપે સતત બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઇ આવતા કિરીટ સોલંકીને ત્રીજી વખત રિપીટ કરી તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. તો સામે કોંગ્રેસે તેમના અનુભવી નેતા રાજુ પરમારને મેદાને ઉતાર્યા છે.

electoral bonds bjp

કિરીટ સોલંકી ખ્યાતનામ સર્જન છે. તો રાજુ પરમારે યુથ કોંગ્રેસથી રાજકારણની શરૂઆત કરી હતી. ડોક્ટર તરીકે કિરીટ સોલંકી છેલ્લા 3 દાયકાથી સેવાકીય અને સામાજિક ક્ષેત્રે સંકળાયેલા છે. તો રાજુ પરમાર પણ એસસી આયોગના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. કિરીટ સોલંકી 2009માં સૌપ્રથમ વખત ચૂંટણી લડીને જીત્યા હતા. તો રાજુ પરમાર 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. કિરીટ સોલંકી 2014માં પણ 3.20 લાખ મતોની જંગી સરસાઇથી વિજયી બન્યા હતા. જ્યારે કે રાજુ પરમાર પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

kirit solanki

જો ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો અમદાવાદના શહેરી મતદારો હંમેશા ભાજપના સમર્થનમાં રહ્યા છે. વળી અહીં ભાજપનું સંગઠન પણ ખૂબ જ મજબૂત હોવાથી હંમેશા ભાજપનો હાથ ઉપર રહે છે. વળી કિરીટ સોલંકીએ પોતાના મતવિસ્તારમાં સતત લોકસંપર્ક જાળવી રાખી અસરકારક કામગીરી કરી છે. જો ભાજપના માઇનસ પોઇન્ટની વાત કરીએ તો કિરીટ સોલંકી સતત બે ટર્મથી સાંસદ હોવાથી તેમની સામે લોકોમાં અસંતોષ છે. વળી 2017ની ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમની 7 વિધાનસભા પૈકી 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપની સરસાઇ ઘટાડી હતી.

Poonam Madam bjp

જો કોંગ્રેસના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો રાજુ પરમારની સ્વચ્છ છબી અને અનુભવ તેમને કામ આવી શકે છે. વળી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 3 વિધાનસભા બેઠક પર કબ્જો જમાવી તેમનો જનાધાર વધાર્યો છે. જો કોંગ્રેસના માઇનસ પોઇન્ટની વાત કરીએ તો રાજુ પરમારને લોકસભા ચૂંટણી લડવાનો કોઇ અનુભવ નથી. તો ભાજપના કમિટેડ મતદારોને પોતાની તરફ વાળવા કોંગ્રેસ પાસે કોઇ નક્કર રણનીતિ નથી. આમ તો ભાજપ માટે અમદાવાદ પશ્ચિમ બેઠક સૌથી સલામત ગણાય છે પરંતુ કોંગ્રેસ અહીં કેટલી લીડ કાપે છે તે જોવું રસપ્રદ રહેશે.

READ ALSO

Related posts

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva

અહો આશ્ચર્યમ! પાક. ક્રિકેટ ટીમનાં કેપ્ટનનાં મામા ભારતની જીત માટે કરે છે દુઆ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!