GSTV
elec spl Trending સ્પેશ્યિલ-26

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ : લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

East Ahmedabad seat

વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠકની તો સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ ભાજપે ઘણા મનોમંથન બાદ હસમુખ પટેલને મેદાને ઉતારી આશ્ચર્ય સર્જ્યું છે. જ્યારે કે કોંગ્રેસે પાટીદાર આંદોલન સમિતીના કન્વીનર એવા ગીતા પટેલને ટિકીટ આપી છે. આમ અમદાવાદ પૂર્વમાં બંને કડવા પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

અન્ય શહેરી બેઠકોની જેમ જ અમદાવાદ પૂર્વ બેઠક પણ ભાજપનો ગઢ છે. ત્યારે આ ગઢ જાળવી રાખવા ભાજપને ઘણા મનોમંથન અને અનેક દાવેદારોના નામની ચર્ચા વચ્ચે આખરે હસમુખ પટેલને ટિકીટ આપી છે. બીજી તરફ હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કોંગ્રેસે પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે.

gujarat election

મહત્વનું છે કે હસમુખ પટેલ અને ગીતા પટેલ બંને કડવા પટેલ સમાજમાંથી આવે છે. હસમુખ પટેલ અમદાવાદ મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તો ગીતા પટેલ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર છે. હસમુખ પટેલ 2012 અને 2017 એમ સળંગ બે ટર્મથી અમરાઇવાડી બેઠકના ધારાસભ્ય છે. જ્યારે કે ગીતા પટેલ હાર્દિક પટેલના નજીકના સાથીદાર છે. 2017માં પાટીદાર આંદોલનની અસર વચ્ચે પણ હસમુખ પટેલ તેમની બેઠક જાળવી રાખવામાં સફળ થયા હતા. જ્યારે કે ગીતા પટેલ પાટીદારોને હક મળે તે માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે.

Dr-Hashmukh-Patel

ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપનું પ્રચંડ પ્રભુત્વ છે. છેલ્લા 3 દાયકાથી ભાજપ અહીં પરાજીત થયું નથી. આયાતી ઉમેદવાર સામે ઉહાપોહ થયા બાદ ભાજપે સ્થાનિક નેતા હસમુખ પટેલને ટિકીટ આપતા તેનો ફાયદો ભાજપને થઇ શકે છે. 2017ની ચૂંટણીમાં પણ ભાજપે 7 પૈકી 6 વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાવી પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. અહીં ભાજપ દરેક મોરચે મજબૂત હોવાથી આ બેઠક પર ભાજપના કોઇ માઇનસ પોઇન્ટ નથી.

બીજી તરફ કોંગ્રેસના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો ગીતા પટેલને ટિકીટ આપવાથી તેમને પાટીદારોના મતો મળવાની આશા છે. પરંતુ કોંગ્રેસનો માઇનસ પોઇન્ટ એ છે કે ગીતા પટેલને એક પણ ચૂંટણી લડવાનો અનુભવ નથી. મુખ્ય વાત એ છે કે ગીતા પટેલ કોંગ્રેસી નથી પરંતુ પાસના ઉમેદવાર છે. આથી તે ભાજપની વફાદાર વોટબેંક પોતાની તરફ કેવી રીતે વાળી શકશે તે યક્ષપ્રશ્ન છે. આમ ભાજપની સૌથી સલામત બેઠક પર કોંગ્રેસ કેટલી લીડ કાપવામાં સફળ રહે છે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth

BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?

Drashti Joshi

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja
GSTV