GSTV
Ahmedabad Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ડખા વધ્યા/ આંતરિક ખેંચતાણ અને તીવ્ર જૂથબંધી ભાજપને ફાયદો કરાવશે, નામો જાહેર કરવાની પણ નથી હિંમત

ભાજપ

અમદાવાદ મ્યુનિ.ની 21મીએ યોજાનારી ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે શનિવારે છેલ્લો દિવસ હોવા છતાં આંતરિક ખેંચતાણ અને તીવ્ર જૂથબંધીના કારણે હજુ સુધી કોંગ્રેસનું મોવડી મંડળ ઉમેદવારોની પૂરેપૂરી યાદી બહાર પાડી શક્યું નથી.બે દિવસ પહેલા 10 જેટલા બિનવિવાદાસ્પદ વોર્ડના કેટલાક નામોની જાહેરાત કરી હતી ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારો માટે સલામત ગણાતા વિસ્તારોમાં ડખા એ હદે વધી ગયા છે કે નામો જાહેર કરવાની કોઈ હિંમત કરતું નથી.

કોંગ્રેસ

કોંગ્રેસમાં નામો થયા પહેલાં જ ઝઘડા

કોંગ્રેસમાં કોઈપણ ચૂંટણી હોય નામો જાહેર થયા બાદ ઝઘડા શરૂ થતા હોય છે, પણ આ વખતે તો નામો થયા પહેલાં જ ઝઘડા ચાલુ થઈ ગયા છે. કેટલાક કાર્યકરોએ આજે દિપક બાબરિયા સામે દેખાવો યોજ્યા હતા. બાદમાં કોંગ્રેસના પાલડી ખાતેના પ્રદેશ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડયો છે.

રામોલ અને મક્તમપુરાના બે- પાંચ ઉમેદવારોને ખાનગીમાં સૂચના અપાઈ જતા તેઓએ ફોર્મ ભર્યા હોવાનું કહેવાય છે. માત્ર ભાવનગરની યાદી જાહેર થઈ છે તે સિવાય ઉમેદવારોને ટેલિફોનિકરીતે જાણ કરી દેવાતી હોવાનું જાણવા મળે છે. ઉમેદવાર તેનું ફોર્મ ભૂલ વગર ભરી શકે તે માટે પ્રદેશ કાર્યાલયે કેટલાક વકીલોને ઉપરના માળે બેસાડયા હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસ

સત્તા નહી હોવા છતાં કોંગ્રેસમાં આ હદની ખેંચતાણ

કોંગ્રેસની મોડે સુધી યાદી તો નથી જ આવી પણ તેના કોઈ પદાધિકારીઓ કોઈનો ફોન પણ ઉપાડતા નથી. અમદાવાદ ્મ્યુનિ.માં છેલ્લી ટર્મથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. માત્ર 2000થી 2005ની વચ્ચે કોંગ્રેસનું એક વખત શાસન આવ્યું હતું. ગઈ 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના કારણે 15 જેટલી બેઠકો વધીને કુલ 50 થઈ હતી તેમાંથી પાછળથી બે ભાજપની દિશામાં ફંટાયા હતા. સત્તા નહી હોવા છતાં આ હદની ખેંચતાણ સમજી શકાય તેવી નથી.

ઉપરાંત આ વખતે લઘુમતીના કોંગ્રેસના સલામત ગણાતા વિસ્તારોમાં ઓવૈશીની એઆઇએમએમ પાર્ટી તેના ઉમેદવારો ઉભા રાખવાની છે તેમજ આપના ઉમેદવારોના કારણે રસાકસી વધવાની છે. જેમાં નુકસાન કોંગ્રેસને જ થવાનું છે. આવા કપરા સમયમાં પણ તેઓ આંતરિક ખેંચતાણને બાજુએ મૂકી શકતા નથી, તે બાબત આશ્ચર્યજનક છે. આવતીકાલે ફોર્મ ભરતી વખતે છેલ્લી ઘડીની દોડધામમાં અનેક ડખા અને ઝઘડા સપાટી પર આવવાના છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV