GSTV

અમદાવાદ: છેલ્લા 26 દિવસમાં 172 શ્રમિક ટ્રેનો દ્વારા 2.51 લાખથી વધુ પરપ્રાન્તીયોની થઈ હિજરત

રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનનો અમલ કરાઈ રહ્યો છે, ત્યારે લોકડાઉનની પરિસ્થિતિ જોતા પરપ્રાન્તીયો અને શ્રમિકો અમદાવાદમાંથી પોતાના વતન જતા રહ્યા છે, ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી છેલ્લા 26 દિવસમાં 2,51,891 શ્રમિકો પલાયન કરી ચૂક્યા છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કુલ 172 શ્રમિક ટ્રેનો અત્યાર સુધી દોડાવાઇ છે. સૌથી વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી 1.37 લાખથી વધુ મજૂરોની હિજરત જોવા મળી છે. બુધવારે અમદાવાદથી 1,400 શ્રમિકોને લઇને એક શ્રમિક ટ્રેન યુપીના પ્રયાગરાજ માટે દોડાવામાં આવી હતી.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કુલ 172 શ્રમિક ટ્રેનો અત્યાર સુધી દોડાવાઇ

અમદાવાદમાંથી કુલ 6 રાજ્યો માટે શ્રમિક ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું હતું. ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ 113 ટ્રેનો દોડી હતી. જેમાં 1,65,010 શ્રમિકો વતન જવા ઉપડી ગયા હતા.બિહાર માટેની 44 ટ્રેનમાં 66,140 શ્રમિકો, ઓરિસ્સાની 4 ટ્રેનમાં 5,250 શ્રમિકો, છત્તીસગઢની 6 ટ્રેનોમાં 8,373 શ્રમિકો, ઉત્તરાખંડ માટેની 2 ટ્રેનોમાં 2,817 લોકો તેમજ ઝારખંડ માટે 3 શ્રમિક ટ્રેનો ઉપડી હતી. જેમાં 4,301 શ્રમિકો વતન જવા નીકળી ગયા હતા.

ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ 113 ટ્રેનો દોડી હતી.

અમદાવાદમાં કયા વિસ્તારમાંથી કેટલા શ્રમિકોની હિજરત થઇ ?
વિસ્તારટ્રેનશ્રમિક
   
અમદાવાદ પશ્ચિમ2841589
અમદાવાદા પૂર્વ911,37,973
સાણંદ1013,158
વિરમગામ810,051
દસક્રોઇ1419,880
ધોળકા56,778
બાવળા811,730
માંડલ11,265
અમદાવાદ સીટી79476
કુલ1722,51,891
   
( નોંધઃ તા.2 મેથી 27 મે સુધીના આંકડા છે)  

અમદાવાદ જિલ્લા તંત્રના દાવા મુજબ અમદાવાદમાં કુલ 6,788 ઔદ્યોગિક એકમો શરૂ થઇ ચૂક્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલા 1,742 એક્સપોર્ટ યુનિટ, ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 3,760 યુનિટ અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલા 1,286 એકમો ચાલુ થઇ ગયા છે. આ તમામ એકમોમાં હાલમાં 47,448 શ્રમિકો કામ કરી રહ્યા છે. હાલમાં ઔદ્યોગિક એકમોમાં સેનેટાઇઝેશન, હેલ્થ ચેકઅપ, ભોજન અને પરિવહનની પુરતી વ્યવસ્થા કરવા ઉપરાંત મજૂરોની તંગી જેવી સમસ્યાઓ સર્જાઇ છે.

ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે

કોરોના સંક્રમણ રોકવા માટેના પગલા લેવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સુચનાઓ આપવામાં જ દિવસનો મોટાભાગનો સમય વિતી જાય છે. તેથી કામના કલાકો ઘટી ગયા હોવાથી ઉત્પાદન પુરતું થતું ન હોવાનું વેપારીઓનું કહેવું છે. જેના લીધે હાલમાં પણ મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે.ઓછા મજૂરો વચ્ચે ઉત્પાદન પુરતું થઇ રહ્યું નથી. શ્રમિકોની હિજરત સતત ચાલુ છે. તેવામાં ઔદ્યોગિક એકમોના માલિકો પણ ચિંતમાં મુકાઇ ગયા છે.

READ ALSO

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!