GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

અમદાવાદના કૃષ્ણનગર ખાતે ખેલાયો ખૂની ખેલ, બહેનની સામે જ કરાઈ ભાઈની કરપીણ હત્યા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો. સગી બહેનની હાજરીમાં ભાઈની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં સારવાર દરમિયાન ઘાયલ થયેલા ધર્મેશનું મોત થયું છે. ધર્મેશના મોત બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવા કવાયત તેજ કરી છે. ઠક્કરનગર ચાર રસ્તા પર જ્યાં ધર્મેશ નામનો યુવક પોતાની બહેન સાથે નાસ્તો લેવા નીકળ્યો હતો. પરંતુ ધર્મેશને ખ્યાલ નહોતો કે મોત ઠક્કર નગર ચાર રસ્તા પાસે તેની રાહ જોઈ રહ્યું છે અને બન્યું પણ એવું જ. મુખ્ય આરોપી વિજય ચુનારા અને તેના સાગરીતોએ ભેગા મળી ધર્મેશની હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા.

ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો, ધર્મેશ અને વિજય વચ્ચે અગાઉ પણ તકરાર થઈ ચૂકી હતી. જેના કારણે તેમની વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. દરમિયાનમાં ગઈકાલે ધર્મેશને મારવા ફરી રહેલા વિજય ચુનારાને ધર્મેશનો ભેટો થઈ ગયો અને જાહેર રસ્તા પર જ ધર્મેશની બહેન સામે આરોપીઓએ તેનું ઢીમ ઢાળી દીધું. હત્યા કરનાર વિજય ચુનારા સહિતના પાંચેય આરોપીઓને ગુનાહિત ઈતિહાસ પણ પોલીસે મેળવ્યો છે હત્યાની ચકચારી ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પકડવા માટે હવે પોલીસે તપાસના ચક્રો તેજ કર્યા છે.

READ ALSO

Related posts

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!