અમદાવાદ: મહાઠગ કિરણ પટેલની પત્નીની અટકાયત કરવામાં આવી છે. કિરણની પત્ની માલિની પટેલની અટકાયત કરાઈ છે. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મકાન પચાવી પાડી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલના પત્નીની અટકાયત કરવામાં આવી છે.

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે. માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી અટકાયત કરી છે. આ મામલે થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાતના રહેવાસી કિરણ પટેલ પોતે પીએમનો એક મોટો અધિકારી હોવાનું જણાવતો હતો અને જમ્મુ-કાશ્મીરમાં સરકારી અધિકારીઓને છેતર્યાની ઘટના સામે આવી હતી. આ મહાઠગના કેટલાય કારનામાં બહાર આવી રહ્યા છે. આ મહાઠગે પોતે બહુ ઉચ્ચ હોદ્દા પર હોવાનું કહીને છેતરપિંડી કરી હતી.
કિરણ પટેલની સાથે તેની પત્ની માલિની પટેલે સાથે મળીને ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઈના સિંધુભવન રોડ પર સ્થિત નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં કરવા માટે હાથમાં લીધુ હતુ અને ત્યારબાદ આ બંગલાની નેમ પ્લેટ બદલાવી નાખી હતી અને આ બંગલો પોતાની માલિકીનો બંગલો હોય તેવું બતાવી વાસ્તુ પૂજન પણ કર્યુ હતું અને તેના ફોટા પણ પાડ્યા હતા. આ ફોટા સાથે કિરણ પટેલે સિવિલ કોર્ટમાં પોતે માલિક હોવાનો ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો