GSTV

અમદાવાદની ચકચારી ઘટના: ગુમ થયેલી સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળૂ દબાવી દેનારા શખ્સની થઈ ધરપકડ

સંબંધોનો ગેરલાભ લોકો કેવી રીતે ઉઠાવતા હોય છે તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક મહિલાએ પાડોશમાં રહેતા વ્યક્તિને પોતાનો માનીતો ભાઈ બનાવેલો હતો. તેણે જ બહેનની સાત વર્ષની દીકરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને મોતને ઘાટ ઉતારી દીધી. શહેરના ગોતા હાઉસિંગ વિસ્તારમાંથી બે દિવસ અગાઉ સાત વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાઈ હતી.

આ બાળકીનો મૃતદેહ મંગળવારે મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદની પાડોશમાં જ રહેતા ભીખાભાઈ ઉર્ફે ભીખો મિસ્ત્રી નામના એક શખ્શની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે સમયે બાળકીએ બૂમાબુમ કરતા બાળકીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!