GSTV
Ahmedabad Trending ગુજરાત

કેજરીવાલે અમદાવાદના જે રીક્ષા ચાલકના ઘરે ભોજન લીધું તે આજે PM મોદીની સભામાં પહોંચ્યો, કહ્યું-‘મેં તો ખાલી….’

અમદાવાદઃ થોડાક દિવસ અગાઉ અમદાવાદનો વિક્રમ દંતાણી નામનો એક રિક્ષા ચાલક ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જેનું કારણ હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેની રિક્ષામાં બેસીને તેના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન પ્રધાનમંત્રીની સભામાં પહોંચતા આજે ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. આ યુવક પોતાના વિસ્તારના લોકોને સાથે લઈને સભામાં પહોંચ્યો છે એટલું જ નહીં તેણે ભાજપનો ખેસ પહેર્યો હોય એવો વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આપ દ્વારા રિક્ષા કેમ્પેઈન અંતર્ગત લોકોને વોટ માટે રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે થોડાક દિવસો અગાઉ આ યુવકના ઘરે સીએમ કેજરીવાલ પોતે રિક્ષામાં બેસીને ભોજન લેવા જઈ રહ્યા હતા ત્યારે સુરક્ષાના કારણોસર તેમને પોલીસ દ્વારા રોકવામાં આવતા તેમણે સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો, અને આ સાથે જ પોલીસ સાથે કરવામાં આવેલી રકજકનો વીડિયો વાયરલ થયા બાદ આ રીક્ષાચાલક પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો.

પ્રધાનમંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આ યુવક પોતાના વિસ્તારના લોકો સાથે ભાજપનો કેસરીયો ખેસ પહેરીને તેમની સભામાં પહોંચ્યો હોવાનો વીડિયો સામે આવતા આજે ફરી ચર્ચામાં આવ્યો છે. આ ઉપરાંત વિક્રમ દંતાણી પહેલાથી જ ભાજપમાં જોડાયેલો અને વડાપ્રધાન મોદીનો આશિક હોવાનું જણાવી રહ્યો છે.

સાથે જ તેણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, તેણે માત્ર કેજરીવાલને ભોજન માટેનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તેને ખબર નહોતી કે તેઓ આવશે. કેજરીવાલ આવ્યા એટલે એમનું માન જાળવવા માટે ઘરે જમાડીને મોકલી દીધા હતા. આ સિવાયની અન્ય કોઈ વાત ન થઈ હોવાનું પણ તેણે જણાવ્યું છે. પોતે કોઈ પાર્ટીમાં ન જોડાયેલો અને પહેલાથી જ ભાજપ સાથે જોડાયેલો હોવાની વાત કરી છે.

READ ALSO

Related posts

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV